News Continuous Bureau | Mumbai
Rani mukherjee: દેશભર માં નવરાત્રી ની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી રહી છે. બોલીવુડ સ્ટાર્સ પણ તેની ઉજવણી કરવામાં પાછળ નથી. દુર્ગા અષ્ટમી ના અવસર પર બોલિવૂડની અનેક હસ્તીઓ મા દુર્ગાના દર્શન કરવા માટે દુર્ગા પંડાલમાં પહોંચી હતી. આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી કાજોલ, રાની મુખર્જી, કિયારા અડવાણી, સુષ્મિતા સેન નું નામ ટોચ પર છે. પરંતુ આ વખતે રાની તેના એક એક્શનને કારણે ટ્રોલ થઈ રહી છે.
ચપ્પલ પહેરી દુર્ગા પંડાલમાં પહોંચી રાની
દર વર્ષે કાજોલ અને રાની મુખર્જી નો પરિવાર દુર્ગા પૂજા નું આયોજન કરે છે. આ પંડાલ માં ઘણી બોલિવૂડ હસ્તીઓ દુર્ગા માં ના આશીર્વાદ લેવા આવે છે. આ દરમિયાન રાની મુખર્જી ને ઘણી ભારે પડી રહી છે. આ દરમિયાન રાની મુખર્જી પંડાલમાં દુર્ગા માના સ્ટેજ પર સેન્ડલ પહેરીને ફરતી જોવા મળી હતી. રાનીની આ બેદરકારીભરી સ્ટાઈલ ફેન્સને બિલકુલ પસંદ નથી આવી રહી.
View this post on Instagram
રાની મુખર્જી થઇ ટ્રોલ
આ કારણે રાની મુખર્જી સોશિયલ મીડિયા પર ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે અને નેટીઝન્સ તેની ખૂબ ટીકા કરી રહ્યા છે. કોમેન્ટ કરતાં એક વ્યક્તિએ લખ્યું કે, આ ભક્તિ નથી પણ ફેશન શો છે. જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું, “દુર્ગા માના સ્ટેજ પર ચપ્પલ????”
આ સમાચાર પણ વાંચો: Rakhi sawant: રાખી સાવંતે ફરી ઉતારી આ અભિનેત્રી ની નકલ, પોતાની બોલ્ડ અદાઓને કારણે થઇ સોશિયલ મીડિયા પર ટ્રોલ, જુઓ વિડિયો