Site icon

Sunidhi chauhan: સુનિધિ ચૌહાણે ખોલી રિયાલિટી શો ની પોલ, સાથે જ જણાવ્યું અરિજિત સિંહ ની સક્સેસ પાછળ નું કારણ

Sunidhi chauhan: સુનિધિ ચૌહાણ એ બોલિવૂડ ની લોકપ્રિય ગાયક છે તાજેતર માં સુનિધિ એ એક પોડકાસ્ટ દરમિયાન રિયાલિટી શો માં શું થાય છે એ જણાવ્યું હતું સાથે સાથે જ તેને અરિજિત સિંહ ના સક્સેસ પાછળ નું કારણ પણ જણાવ્યું હતું.

sunidhi chauhan talk about reality show and praised arijit singh

sunidhi chauhan talk about reality show and praised arijit singh

News Continuous Bureau | Mumbai

Sunidhi chauhan: સુનિધિ ચૌહાણ એ બોલિવૂડ ની લોકપ્રિય ગાયક છે. સુનિધિ એ બોલિવૂડ ને ઘણા હિટ ગીતો આપ્યા છે. સુનિધિ એ ઇન્ડસ્ટ્રી ના લગભગ તમામ ગાયકો સાથે કામ કર્યું છે જેમાં અરિજિત સિંહ નું નામ પણ સામેલ છે.તાજેતર માં સુનિધિ એ એક પોડકાસ્ટ દરમિયાન રિયાલિટી શો માં શું થાય છે એ જણાવ્યું હતું સાથે સાથે જ તેને અરિજિત સિંહ ના સક્સેસ પાછળ નું કારણ પણ જણાવ્યું હતું. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: કલ્કી 2898 એડી ને થિયેટર માં જોવાનું ચુકી ગયેલા લોકો માટે સારા સમાચાર, આજથી માત્ર આટલા રૂપિયામાં મળશે ફિલ્મ ની ટિકિટ

     

સુનિધિ ચૌહાણ એ પોડકાસ્ટ માં ખુલી ને વાત કરી 

સુનિધિ ચૌહાણે એક પોડકાસ્ટ દરમિયાન રિયાલિટી શો વિશે વાત કરતા જણાવ્યું કે, ‘રિયાલિટી શો હવે ઘણા બદલાઈ ગયા છે, પરંતુ પહેલા એવું નહોતું. જો તમને યાદ હોય, તો પ્રથમ બે સિઝનમાં કોઈ વાર્તા નહોતી. ત્યાં મજા આવતી હતી, કોઈ ખરાબ ગાયક આવતા હતા, જેમને અમે કહેતા હતા કે તમે આગલી સીઝનમાં આવજો. પણ, હવે તમે ટીવી પર જે જુઓ છો તે બધું સ્ક્રિપ્ટેડ છે. તે ખાતરી કરે છે કે તેના શોમાં કોઈ ખરાબ ગાયક ન હોય. આ બધી બાબતો મને પરેશાન કરવા લાગી, તેથી મેં તેનો ભાગ બનવાનું બંધ કરી દીધું.’


આ સાથે જ અરિજિત સિંહ વિશે વાત કરતા સુનિધિ એ જણાવ્યું કે, ‘સામાન્ય રીતે ગાયકો તેમની સ્ટાઈલ બદલવા માટે પોતાનો અવાજ બદલી નાખે છે, પરંતુ અરિજિત પર આ લાગુ પડતું નથી. તેથી જ આટલી સફળતા છતાં તેના પર તેની અસર નથી થઈ.મને લાગે છે કે તે પોતાની જાતને એટલો પ્રેમ નથી કરતો, તેથી જ તે આ બધું કરવા સક્ષમ છે. તે એક વિદ્યાર્થી છે, તે પોતાને અરિજીત સિંહ નથી માનતો. અરિજિત એક શાંત વ્યક્તિ છે અને તે પોતાને ગમતા ગાયકો પાસેથી શીખવાનો પ્રયાસ કરે છે’.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Dhurandhar 2 First Review: ‘ધુરંધર 2’ નો પહેલો રિવ્યુ આવ્યો સામે: એક્ટર દાનિશ પંડોરે રિલીઝ પહેલા જ મચાવ્યો હંગામો, રણવીર સિંહ વિશે કહી આવી વાત
Yo Yo Honey Singh Delhi Concert Clash: દિલ્હીમાં હની સિંહના શોમાં મચી બબાલ! સ્પોન્સર ટીમ અને ફેન્સ વચ્ચે મારામારી, વિડીયો થયો વાયરલ
Exit mobile version