News Continuous Bureau | Mumbai
‘રામાયણ’નું નામ સાંભળતા જ રામાનંદ સાગરની ‘રામાયણ’ આંખ સામે આવી જાય છે. આ શો 80ના દાયકાની સુંદરતા હતી, જ્યારે મેગા સિરિયલ રામાયણ ટીવી પર દર રવિવારે પ્રસારિત થતી હતી. આ દિવસે શેરીઓમાં મૌન પ્રસરી જતું હતું. સિરિયલના પાત્રોની ચર્ચા લગભગ દરેક ઘરમાં થતી હતી. આ સિરિયલ કોરોના મહામારીમાં ફરી પ્રસારિત કરવામાં આવી હતી, જેમાં આ સિરિયલના એપિસોડ્સે રેકોર્ડબ્રેક ટીઆરપી હાંસલ કરી હતી. હવે આ સિરિયલના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. તો ચાલો જાણીએ આખરે શું છે મામલો.
સુનીલ લાહિરી એ શેર કર્યો વિડીયો
લક્ષ્મણ એટલે કે રામાયણના સુનીલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિડિયો શેર કર્યો અને દર્શકોનો આભાર માન્યો અને કેપ્શનમાં લખ્યું, ‘આ દિવસે, 16 એપ્રિલ, 2020ના રોજ, રામાયણના લક્ષ્મણ-મેઘનાદ યુદ્ધ એપિસોડે એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો, જે આપોઆપ એક ઐતિહાસિક છે. 77.7 મિલિયન વ્યુઅરશિપ માટે આપ સૌનો આભાર, આ બધું તમારા કારણે જ શક્ય બન્યું છે. આ સાથે તેણે લક્ષ્મણ અને મેઘનાદ વચ્ચેના યુદ્ધ દ્રશ્યની કેટલીક ઝલક પણ શેર કરી.તમને જણાવી દઈએ કે, દર્શકોને એપિસોડ એટલો ગમ્યો કે તેને 77.7 મિલિયન વ્યૂઅર શિપ મળી.એટલે કે તે સમયે તેને 7.7 કરોડ લોકોએ જોયું, જે એક વિશ્વ રેકોર્ડ હતો.
View this post on Instagram
શો ના કલાકારો ને મળ્યો દર્શકોનો પ્રેમ
તમને જણાવી દઈએ કે સુનીલે રામાયણ સિરિયલમાં લક્ષ્મણના પાત્રથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. બીજી તરફ મેઘનાદના રોલમાં વિજય અરોરા ખૂબ જ સારા હતા. રામાયણ નો શો સમાપ્ત થયો, પરંતુ તેણે યુગો સુધી કલાકાર દ્વારા ભજવેલા પાત્રોને અમર બનાવી દીધા. દર્શકો હંમેશા આ પાત્રોને તેમની ભૂમિકામાં જોવા માટે ખૂબ ઉત્સુક હોય છે.