News Continuous Bureau | Mumbai
Sunny deol: સની દેઓલ ની ફિલ્મ ગદર 2 એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મ વર્ષ 2023 ની બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. ગદર 2 બાદ તેના સિક્વલ ની વાત ચાલી રહી છે તેમજ સની દેઓલ ની સુપરહિટ ફિલ્મ બોર્ડર ની સિક્વલ ની પણ અટકળો લગાવવામાં આવી રહી છે. હવે આ સ્થિતિ માં સની દેઓલે તેના આગામી પ્રોજેક્ટ વિશે મીડિયા સાથે વાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : Ankita lokhande: બિગબોસ ના ઘરમાંથી બહાર આવતા જ અંકિતા લોખંડે ના બદલાયા સુર, સાસુ અને સસરા વિશે કહી આવી વાત
સની દેઓલે તેના આગામી પ્રોજેક્ટ વિશે કરી વાત
તાજેતર માં મીડિયા સાથે ની વાતચીત દરમિયાન સની દેઓલે જણાવ્યું કે, “ગદરની રિલીઝ પછી, ઘણા અહેવાલો માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હું આ ફિલ્મ નો ભાગ 2 કરી રહ્યો છું, હું તે ભાગ 12 કરી રહ્યો છું, ઓહ હું કેટલા ભાગ 2 કરી રહ્યો છું! દરેક બાબતની અફવાઓ ચાલી રહી છે.હું પોતે મારા આગામી પ્રોજેક્ટ્સ ની જાહેરાત કરીશ. લોકો ને અનુમાન કરવાનું પસંદ છે.”