ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
સની લિયોન બૉલિવુડની એક એવી અભિનેત્રી છે, જે પોતાની સ્ટાઇલ અને દમદાર ઍક્ટિંગના કારણે ચાહકોનાં દિલમાં રાજ કરે છે. સની લિયોનની કિલર સ્ટાઇલ અવારનવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. સની તે અભિનેત્રીઓમાંની એક છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ રહે છે. જોકે સની લિયોનનો ગ્લૅમરસ વેસ્ટર્ન અવતાર ચાહકોને ખૂબ જ પસંદ આવે છે, પરંતુ તે ટ્રેડિશનલ લુકમાં પણ ચમકે છે. આવી સ્થિતિમાં સની લિયોનનો લેટેસ્ટ ટ્રેડિશનલ અવતાર સોશિયલ મીડિયા પર છવાયેલો છે. બૅબી ડૉલ ગ્રીન સાડીમાં સુંદર લાગી રહી છે.
બૉલિવુડ ઍક્ટ્રેસ સની લિયોને તેના ઑફિશિયલ ઇન્સ્ટા ઍકાઉન્ટ પર તેની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં સનીનો એથનિક લુક જોવા મળી રહ્યો છે, જે એકદમ ગ્લૅમરસ પણ છે. આ તસવીરોમાં તે ગ્રીન કલરની સાટીન સાડીમાં જોવા મળી રહી છે.
સનીએ આ ભવ્ય સાડીને લીલા અને કાળા કલરના હેવી વર્ક સ્લીવલેસ બ્લાઉઝ સાથે પેહરી છે, જે સમગ્ર દેખાવને ખૂબ જ સુંદર બનાવે છે. આ એથનિક લુક સાથે તેણે સિલ્વર અને ગ્રીન કલરની અનોખી ઇયરિંગ પહેરી છે.
સની લિયોનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. માત્ર થોડા જ કલાકોમાં આ તસવીરો પર 10 લાખ 20 હજારથી વધુ લાઇક્સ આવી ગઈ છે. સનીની આ સુંદર સ્ટાઇલ ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. સામાન્ય રીતે વેસ્ટર્ન અને ગ્લૅમરસ ડ્રેસમાં જોવા મળતી સનીના એથનિક લુકથી ચાહકો તેના પર ફિદા થઈ ગયા છે. તેઓ આ તસવીરો પર ખૂબ જ ક્યૂટ રીઍક્શન પણ આપી રહ્યા છે. તેના એક પ્રશંસકે કૉમેન્ટ બૉક્સમાં લખ્યું છે, 'માય ફેવરિટ એન્જલ', જ્યારે બીજા ફેને 'હાય હાય મિર્ચી' લખ્યું છે.
શું વિકી કૌશલ અને કેટરિના કૈફ જલ્દી લગ્ન કરવાના છે? જાણો આ પાછળ ની સચ્ચાઈ