ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ડિસેમ્બર 2021
સોમવાર
પોતાની પોસ્ટ અને તસવીરો દ્વારા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર અભિનેત્રી સની લિયોન હવે તેના 'લુંગી ડાન્સ'ને લઈને ચર્ચામાં છે. સની લિયોને તેની ટીમ સાથે લુંગી પહેરીને ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.સની લિયોને આ ડાન્સ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. સની લિયોન ખૂબ જ શાનદાર અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
સની લિયોન હાલમાં ફિલ્મ 'ઓહ માય ઘોસ્ટ'નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ અત્યારે ચેન્નાઈમાં ચાલી રહ્યું છે. ત્યાં અભિનેત્રીએ ગુલાબી શર્ટ અને લુંગી પહેરીને ગળામાં રૂમાલ બાંધીને જબરદસ્ત ડાન્સ કર્યો હતો.
'તારક મહેતા…' ફેમ દિલીપ જોશીએ દીકરીના સંગીત પર કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ વીડિયો
અભિનેત્રી ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો , 'ઓહ માય ઘોસ્ટ' સિવાય સની લિયોન 'રંગીલા', 'શેરો' અને 'હેલન' સહિત કેટલીક અન્ય સાઉથ ફિલ્મોમાં જોવા મળશે. અભિનેત્રીએ વર્ષ 2012માં ફિલ્મ 'જિસ્મ 2'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મો સિવાય સની લિયોન 'બિગ બોસ' અને 'એમટીવી સ્પ્લિટ્સવિલા'નો પણ ભાગ રહી ચૂકી છે. તેણે કેટલીક વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.