Sunny Leone : સની લિયોને યાદ કર્યો 2016 નો વિવાદાસ્પદ ઇન્ટરવ્યૂ, જણાવ્યું ક્યા સ્ટાર્સે કર્યો હતો તેને સપોર્ટ

sunny leone recalls aamir khan hrithik roshan and others supported her after 2016 interview

News Continuous Bureau | Mumbai  

Sunny Leone : પોતાની સુંદરતા અને અભિનયથી આજે દર્શકોના દિલ પર રાજ કરનારી સની લિયોન સામે એક સમય એવો હતો જ્યારે તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. વાત વર્ષ 2016ની છે જ્યારે સની ઈન્ડસ્ટ્રીમાં નવોદિત હતી અને પોતાની ફિલ્મના પ્રમોશન માટે ઈન્ટરવ્યુ આપી રહી હતી. આ દરમિયાન તેને ખૂબ જ અશ્લીલ અને વાંધાજનક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ વિવાદાસ્પદ ઈન્ટરવ્યુ બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ તેના સમર્થનમાં આવ્યા હતા.

સની લિયોન ને પૂછવામાં આવ્યા હતા અભદ્ર પ્રશ્નો

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, સની લિયોને 2016 ના વિવાદાસ્પદ ઇન્ટરવ્યુને યાદ કર્યો અને બી-ટાઉન સેલિબ્રિટીઓના નામ જાહેર કર્યા જેઓ વિડિયો વાયરલ થયા પછી તેમની પાસે પહોંચ્યા.વાસ્તવમાં, વર્ષ 2016માં, સની લિયોન તેની ફિલ્મ મસ્તીઝાદેના પ્રમોશન માટે એક ટીવી પત્રકાર પાસે પહોંચી હતી. ત્યાં ટીવી જર્નાલિસ્ટે એક્ટ્રેસની ફિલ્મ પર ઓછા પરંતુ તેની પાસ્ટ લાઈફ વિશે વાત કરવામાં આવી હતી. તેને ખૂબ જ અભદ્ર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તે સાંભળીને બધાને નવાઈ લાગી હતી.

આ સમાચાર પણ વાંચો : Navneet Nishan :  ‘હમ હૈ રાહી પ્યાર કે’ ના એક સીન માટે નવનીત નિશાને કરી આમિર ખાનને આખો દિવસ કિસ,પછી થયું આવું! અભિનેત્રીએ સંભળાવ્યો મજેદાર કિસ્સો

બોલિવૂડ ના આ સેલેબ્રીટી એ કર્યો હતો સની લિયોન ને સપોર્ટ

સનીએ કહ્યું કે, ‘કેટલાક લોકો એવા હતા જેમને તે ઈન્ટરવ્યુની જાણ થઈ અને તેમણે નારાજગી વ્યક્ત કરી. અભિનેત્રી કહે છે કે આમિર ખાને મને ફોન કર્યો, શ્રી અનિલ કપૂર, રિતિક અને સોનમ કપૂરે પણ મને સપોર્ટ કર્યો. આ એવા કેટલાક લોકો હતા જેઓ મારી સાથે જોડાયા અને અમને તમારા પર ગર્વ કરો’ અને ‘મજબૂત રહો’ જેવી વાતો કહી.’