ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
22 ડિસેમ્બર 2020
એ વાત સાચી છે કે વર્ષભાઈન કોરોના ન લીધે લદાયેલ પ્રતિબંધોને કારણે ઘરમાં રહીને હવે લોકો કંટાળી ગયાં છે. થઈ થોડી ઘણી છૂટ મળતા જ લોકો મનોરંજન મેળવવા બહાર નિકળી પડે છે.
મુંબઈ પોલીસે મંગળવારે વહેલી સવારે 2:30 વાગ્યે અંધેરીની હોટલ જેડબ્લ્યુ મેરિયોટ સ્થિત ડ્રેગન ફ્લાય ક્લબ પર દરોડો પાડ્યો હતો અને આઈપીસી, બોમ્બે પોલીસ એક્ટ અને રોગચાળા રોગ અધિનિયમની કલમ 188 હેઠળ ક્રિકેટર સુરેશ રૈના સહિત અન્ય 34 હસ્તીઓ સામે ગુનો નોંધ્યો હતો.
હાલ મુંબઈમાં 11 વાગ્યાંથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ ચાલે છે. આથી ડેડલાઈન ની સમય મર્યાદાથી આગળ કલબ ખુલ્લી રાખવી, સામાજિક અંતર જેવા કોવિડ ધારાધોરણોનું પાલન ન કરવું, ચહેરા પર માસ્ક ન પહેરવું જેવા નિયમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યાં છે.
સુરેશ રૈનાની સાથે સુઝાન ખાન, સિંગર ગુરુ રંધાવા અને અન્ય લોકોનું નામ પણ એફઆઈઆરમાં લેવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન ગાયક બાદશાહ પણ હાજર હતો પરંતુ પાછળના દરવાજાથી નીકળી ગયો હતો.
કુલ મળીને હોટલ સ્ટાફ સહિત 34 લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 34 માંથી 19 લોકો દિલ્હી અને પંજાબથી આવ્યા હતા. મુંબઈની બહારના લોકો જામીન મળ્યાં બાદ સવારે 7 વાગ્યે ફ્લાઇટ દ્વારા દિલ્હી પરત ફર્યા છે.
રાજ્ય સરકારના આદેશ મુજબ રાત્રીના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીના આર્થિક રાજધાનીમાં 5 જાન્યુઆરી સુધી કર્ફ્યુ લાગૂ રહેશે, એમ બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ના કમિશનર આઈ.એસ. ચહલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ચહલે જણાવ્યું હતું કે શાકભાજી અને દૂધની સપ્લાય જેવી આવશ્યક સેવાઓ રાત્રિના કર્ફ્યુ દરમિયાન અસરગ્રસ્ત રહેશે. પરંતુ રાત્રીના સાત કલાકના સમયગાળા દરમિયાન પાંચ કરતા વધુ લોકો એક જગ્યાએ ભેગા થઈ શકશે નહીં.