News Continuous Bureau | Mumbai
Sushant singh rajput birthday: સુશાંત સિંહ રાજપૂત નો જન્મ 21 જાન્યુઆરી એ બિહાર ના પટના શહેર માં થયો હતો. જો સુશાંત આજે જીવિત હોત તો તેણે તેનો 38મો જન્મદિવસ ઉજવ્યો હોત. વર્ષ 2020 માં સુશાંત સિંહ રાજપૂત નો મૃતદેહ તેના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો.સુશાંત ના અચાનક થયેલા નિધન થી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની સાથે સાથે તેનો પરિવાર પણ શોક માં હતો. આજે સુશાંત ના જન્મદિવસ નિમિત્તે ચાહકો પોસ્ટ કરી રહ્યા છે. આ સ્થિતમાં દિવંગત અભિનેતાની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ તેના પ્રિય ભાઈને યાદ કરતા એક ઈમોશનલ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે જે વાયરલ થઈ રહી છે.
સુશાંત સિંહ રાજપૂત ની બહેને શેર કરી પોસ્ટ
આજે 21 જાન્યુઆરીએ દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો જન્મ દિવસ છે. આ ખાસ અવસર પર દિવંગત અભિનેતા ને બહેને તેને યાદ કરતા એક કોલાજ વિડીયો શેર કર્યો છે. આ વિડીયો સાથે શ્વેતા સિંહ કીર્તિએ લખ્યું, ‘મારા સોના સા ભાઈને જન્મદિવસની શુભેચ્છા. હું તમને હંમેશ માટે પ્રેમ કરું છું… અનંતથી અનંત સુધી. … આશા છે કે તમે લાખો હૃદયમાં જીવો અને તેમને સારું કરવા અને સારા બનવાની પ્રેરણા આપો. તમારો વારસો એ લાખો લોકો માટે છે જેમને તમે ઈશ્વર જેવા અને ઉદાર બનવાની પ્રેરણા આપી છે. દરેક વ્યક્તિએ સમજવું જોઈએ કે આગળનો એકમાત્ર રસ્તો ભગવાન તરફ છે અને તમારે ગર્વ અનુભવવો જોઈએ. 3…2….1 અમારા માર્ગદર્શક સ્ટારને જન્મદિવસની શુભેચ્છાઓ, તમે હંમેશા ચમકતા રહો અને અમને માર્ગ બતાવો. #Happy BirthdaySushantSinghRajput Sushant Day #SushantMoon”
શ્વેતા સિંહ કીર્તિની આ પોસ્ટ સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગઈ છે. ફેન્સ કોમેન્ટ કરીને પોતાના ફેવરિટ સ્ટારને યાદ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Anup jalota: અયોધ્યા જતા અનુપ જલોટા એ ફ્લાઇટ માં કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે ભજન સમ્રાટ ના વખાણ, જુઓ વિડીયો
