News Continuous Bureau | Mumbai
Sushant singh rajput murder case: સુશાંત સિંહ રાજપૂત નું નિધન ૧૪ જૂન, ૨૦૨૦ ના રોજ થયું હતું. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે.અભિનેતા ના અવસાન ને ચાર વર્ષ થી વધુ નો સમય થઇ ગયો છે. પરંતુ , તેમના મૃત્યુ અંગે હજુ પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હોવા છતાં, સુશાંત અને તેની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાન ના મૃત્યુની આસપાસના સંજોગો હજુ પણ અસ્પષ્ટ છે. સુશાંત સિંહ રાજપૂત અને તેની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાન ના રહસ્યમય મૃત્યુ કેસ માં નવો વળાંક આવ્યો છે. આ કેસ સંધર્ભે કોર્ટ સુનાવણી કરવા જઈ રહી છે
આ સમાચાર પણ વાંચો: Hum aap ke hai kaun: હમ આપકે હૈ કૌન ના લોકપ્રિય ગીત દીદી તેરા દેવર માં આ અભિનેત્રી કર્યો હતો સલમાન ખાન નો મેકઅપ, સૂરજ બડજાત્યા એ સંભળાવ્યો મજેદાર કિસ્સો
સુશાંત સિંહ રાજપૂત ના કેસ માં આવ્યો નવો વળાંક
મીડિયા રિપોર્ટ મુજબ સુશાંત અને દિશાના મૃત્યુની તપાસ અંગે સીબીઆઈએ તેના તારણો જાહેર કરવા જોઈએ તેવી માંગ કરતી જાહેર હિતની અરજી (પીઆઈએલ) બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પીઆઈએલમાં બંને કેસોના સંદર્ભમાં મહારાષ્ટ્ર ના પર્યાવરણ મંત્રી રહી ચૂકેલા અને ઉદ્ધવ ઠાકરે ના દીકરા આદિત્ય ઠાકરેની પૂછપરછ અને સંભવિત ધરપકડની પણ માંગ કરવામાં આવી છે.
આ પીઆઈએલ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ લિટિગન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવી છે, અને ઘટનાઓની વધુ સંપૂર્ણ તપાસની માંગ કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ એ આ કેસોના સંદર્ભમાં આદિત્ય ઠાકરેની કસ્ટડીમાં પૂછપરછની માંગ પણ કરી છે.આ સુનાવણી ૧૯ ફેબ્રુઆરીના રોજ થશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)