News Continuous Bureau | Mumbai
Sushmita sen: મિસ યુનિવર્સ રહી ચુકેલી અભિનેત્રી સુષ્મિતા સેન 48 વર્ષ ની થઇ ગઈ છે. અભિનેત્રી એ ગઈકાલે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ દિવસ પર અભિનેત્રી ના ચાહકો અને તેના પરિવારજનો એ તેને ખાસ અંદાજ માં જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી. સુષ્મિતા સેન ની મોટી દીકરી રેની એ માતા માટે ઈમોશનલ પોસ્ટ લખી હતી. પરંતુ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રોહમન શોલે એવી પોસ્ટ શેર કરી હતી કે ચાહકો નો ઉત્સાહ બમણો થઇ ગયો હતો. રોહમન ની પોસ્ટ પર થી લોકો સુષ્મિતા સેન ના લગ્ન ની અટકળો લગાવી રહ્યા છે.
સુષ્મિતા સેન માટે રોહમન શોલે શેર કરી ખાસ પોસ્ટ
સુષ્મિતા સેનના જન્મદિવસ પર અભિનેત્રી ના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રોહમન શૉલે તેની લેડી લવ માટે એક સુંદર પોસ્ટ શેર કરી છે. રોહમને તેના ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રીની મોનોક્રોમ તસવીર શેર કરી અને લખ્યું, ‘હેપ્પી બર્થડે વન્ડર વુમન.’ આ તસવીર માં સુષ્મિતા સેન દુલ્હનની જેમ સજ્જ જોવા મળી રહી છે. આ તસવીર જોઈને ઈન્ટરનેટ પર તેમના લગ્નની અફવાઓ એ જોર પકડ્યું છે.હવે દરેક ના મન માં એક જ સવાલ છે કે શું સુષ્મિતા સેન અને રોહમન શોલ લગ્ન કરવાના છે? જો કે હજુ સુધી આ અંગે કોઈ માહિતી સામે આવી નથી.
સુષ્મિતા સેન અને રોહમન શોલ નો સંબંધ
સુષ્મિતા સેન અને રોહમન શોલ લાંબા સમય થી રિલેશન માં રહ્યા બાદ બંને અલગ થઇ ગયા હતા. ત્યારબાદ સુષ્મિતા સેન નું નામ લલિત મોદી સાથે જોડવામાં આવ્યું હતું. પરંતુ હાલમાંજ સુષ્મિતા સેન અને તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રોહમન શોલ ને સેલેબ્રીટી દ્વારા હોસ્ટ કરવામાં આવેલી દિવાળી પાર્ટી માં સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. હવે સુષ્મિતા અને રોહમન સતત સાથે સ્પોટ થયા બાદ ફરી એક વખત તેમના રિલેશનશિપમાં હોવાની અટકળો ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : David beckham: ભારત માંથી વિદાય લીધા બાદ ડેવિડ બેકહામ ની એક પોસ્ટ થઇ વાયરલ, શાહરુખ ખાન અને સોનમ કપૂર માટે કહી આવી વાત
