News Continuous Bureau | Mumbai
Sushmita sen: ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન એ બોલિવૂડ ને ઘણી હિટ ફિલ્મો આપી છે. પોતાની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે સુષ્મિતા તેની પર્સનલ લાઈફ ને લઇ ને પણ ચર્ચા માં રહેતી હોય છે. સુષ્મિતા સેને વર્ષ 1996 માં આવેલી ફિલ્મ દસ્તક થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેને ઘણી હિટ ફિલ્મો આપી. પરંતુ વર્ષ 2015 પછી તે એકપણ ફિલ્મ માં જોવા મળી ન હતી. ત્યારબાદ સુષ્મિતા એ વર્ષ 2020 માં આવેલી વેબ સિરીઝ આર્યા થી ધમાકેદાર વાપસી કરી. હવે અભિનેત્રીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તેણે ફિલ્મોમાંથી આટલો લાંબો બ્રેક કેમ લીધો હતો.
સુષ્મિતા સેને કર્યો ખુલાસો
સુષ્મિતા સેને મીડિયા ને આપેલા ઇન્ટરવ્યૂ માં કહ્યું કે, ‘મેં ફિલ્મો છોડી દીધી તેનું કારણ એ છે કે હું 2010થી એ જ 201 એક્સપ્રેશન્સ આપીને કંટાળી ગઈ હતી. બસ હું આજ કરતી હતી. હું કંઈક બીજું કરવા માંગતી હતી. જેમ જેમ ઉંમર વધતી જતી હતી તેમ તેમ હું તેનાથી ખુશ નહોતી. હું ફરીથી વિદ્યાર્થી બનવા માંગતી હતી’.સુષ્મિતા ત્યારે વધુ વર્કશોપમાં હાજરી આપતી હતી અને એક મહેનતું વિદ્યાર્થી હતી. આ વિશે વાત કરતા તેને કહ્યું ‘હું ઇચ્છતી હતી કે તે મને શીખવે અને મને કહે કે તું આ કામમાં ખરાબ છે, અમે તને કહીશું કે તે કેવી રીતે કરવું. આર્યાએ મારા માટે કંઈક આવું જ કર્યું. મારી પાસે 14-કલાકની વર્કશોપ હતી, અન્ય કલાકારો આવતા અને જતા અને હું ત્યાં કાયમી હતી, મને ફક્ત શીખવાની ભૂખ હતી. હું 21 દિવસ સુધી દરરોજ રાત્રે મોડી જતી અને મને તે ગમતું. મને સારું લાગ્યું કે હું શીખી રહી છું કે મારે મારું કામ કેવી રીતે કરવું.’
આ સમાચાર પણ વાંચો : Khichdi 2 trailer: નવા મિશન સાથે તમને હસાવવા આવી રહ્યો છે પારેખ પરિવાર, ખીચડી 2 નું ટ્રેલર જોઈ તમે પણ થઇ જશો હસીને લોટપોટ
તમને જણાવી દઈએ કે, સુષ્મિતા છેલ્લે ‘તાલી’ માં જોવા મળી હતી. આ ફિલ્મ માં સુષ્મિતા સેન ના અભિનય ના ખુબ વખાણ થયા હતા. હવે સુષ્મિતા ફરી આર્યા ની સીઝન 3 માં જોવા મળશે