News Continuous Bureau | Mumbai
Sushmita sen: સુષ્મિતા સેન હાલ તેની વેબ સિરીઝ આર્યા નું પ્રમોશન કરી રહી છે. આ સિરીઝ 9 ફેબ્રુઆરી એ સ્ટ્રીમ થશે. આ દરમિયાન સુષ્મિતા એ મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને બોલિવૂડ માં તેની કારકિર્દી અને સલમાન ખાન સાથે તેની મિત્રતા વિશે ખુલી ને વાત કરી હતી. આ દરમિયાન સુષ્મિતા એ તેની અને સલમાન ની ફિલ્મ બીવી નંબર વન નો એક કિસ્સો શેર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Ramayan: રણબીર કપૂર ની અભિનેત્રી બનશે આ સ્ટારકિડ! શું નિતેશ તિવારી ની રામાયણ માં ભજવશે માતા સીતા ની ભૂમિકા?
સુષ્મિતા સેને સલમાન ખાન વિશે કરી વાત
ઇન્ડસ્ટ્રી માં સુષ્મિતા સેન અને સલમાન ખાન ની મિત્રતા ફેમસ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મિત્રતા ફિલ્મ ‘બીવી નંબર વન’ના સેટથી શરૂ થઈ હતી. તાજેતરમાં એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ માં સુસિમતા સેને સલમાન ખાન વિશે જણાવ્યું કે,’હું ફિલ્મ ‘બીવી નંબર વન’ના સેટ પર હીલ્સ પહેરીને નહોતી આવી. એક દિવસ સલમાને મને કહ્યું કે તું હીલ્સ પહેરજે, તે તારા પર સારી લાગશે. તેઓ મારી ઊંચાઈને લઈને અસુરક્ષિત નથી અનુભવતા. મને તેની સાથે ખૂબ જ આરામદાયક લાગ્યું.’ આ સિવાય સુષ્મિતા સેને જણાવ્યું કે, ફિલ્મ ‘બીવી નંબર વન’ના શૂટિંગ દરમિયાન ફિલ્મના ડિરેક્ટર ડેવિડ ધવન મને હીલ પહેરવાની મનાઈ કરતા હતા. તેઓ કહેતા હતા કે તારી ઊંચાઈ ઘણી છે, હીલ ન પહેરો, તેનાથી હીરોને તકલીફ થઈ શકે છે.’