Site icon

સુષ્મિતા સેન નહીં,પરંતુ આ અભિનેત્રી ભજવવાની હતી ‘આર્યા’ માં મુખ્ય ભૂમિકા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

2020 માં ‘આર્યા’ વેબ સિરીઝ પછી, હવે ‘આર્યા 2’ ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. સુષ્મિતા સેનને આર્યા સરીનના રોલમાં જોવા માટે ચાહકો આતુર છે. અને હવે આ વેબ સિરીઝની રિલીઝનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. ‘આર્યા 2’ ની રિલીઝ ડેટ શુક્રવારે એટલે કે 10મી ડિસેમ્બરે થવા જઈ રહી છે.આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકાય છે. પ્રથમ સીઝન દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી અને ત્યારથી ચાહકો આ વાર્તાને સંપૂર્ણ રીતે જોવાની રાહ જોઈ રહ્યા છે. તેમજ, સુષ્મિતા સેને ‘આર્યા’ થી 10 વર્ષ પછી સ્ક્રીન પર કમબેક કર્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે આ રોલ માટે પહેલી પસંદ સુષ્મિતા સેન નહીં પરંતુ કાજોલ હતી.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે ‘આર્યા’ સરીનનો મુખ્ય રોલ સૌથી પહેલા કાજોલને ઓફર કરવામાં આવ્યો હતો. 2010માં કાજોલ સાથે પણ આ પ્રોજેક્ટર વિશે વાત થઈ હતી, તેણે સ્ક્રિપ્ટ પણ વાંચી હતી. ખાસ વાત એ હતી કે આ સ્ટોરી પર વેબ સિરીઝ નહીં પરંતુ હિન્દી ફિલ્મ બનવાની હતી. પરંતુ કેટલાક કારણોસર આ પ્રોજેક્ટ પછી અભરાઈએ ચડી ગયો હતો.છેવટે, ઘણા વર્ષો પછી, રામ માધવાણીએ ફરીથી આ પ્રોજેક્ટ પર નવેસરથી કામ શરૂ કર્યું અને આ વખતે તેને શ્રેણી તરીકે રજૂ કરવાનું વિચાર્યું . જે  થઈ ગયું અને હવે મુખ્ય અભિનેત્રીનો વારો હતો જે આર્યા સરીનનું સશક્ત પાત્ર એટલી જ તાકાતથી ભજવી શકતી હતી જેટલી તે લખવામાં આવી હતી.

શું કેટરિના કૈફ બાદ હવે શ્રદ્ધા કપૂર પણ લગ્ન કરવા જઈ રહી છે? પદ્મિની કોલ્હાપુરીએ આપ્યો આ મોટો સંકેત; જાણો વિગત

મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ સુષ્મિતા સેને ફિલ્મોમાં પગ મૂક્યો અને ઘણી મોટી ફિલ્મોનો ભાગ બની. પરંતુ 2010 પછી સુષ્મિતા ફિલ્મોમાં જોવા ન મળી. 2020 માં, તેણે ‘આર્યા’ વેબ સિરીઝ થી 10 વર્ષ પછી કેમેરાની સામે પુનરાગમન કર્યું અને આ વાપસી ખરેખર ધમાકેદાર હતી. હવે સુષ્મિતા સેન ‘આર્યા 2’ માં સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે.

Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
Aishwarya Rai Professionalism: શૂટિંગ દરમિયાન ૭ કલાક સુધી કેમ ઉભી રહી ઐશ્વર્યા રાય? જ્વેલરે જણાવ્યું તેની સાડી પાછળનું ખાસ કારણ
Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો.
Exit mobile version