News Continuous Bureau | Mumbai
રૂપાલી ગાંગુલી અભિનીત સિરિયલ ‘અનુપમા’ માંથી પારસ કલનાવત નું પત્તું સાફ થઈ ગયું છે. આ સિરિયલમાં પારસ અનુપમાના લાડકા પુત્ર સમર શાહનો(Samar Shah) રોલ કરી રહ્યો હતો. શોના નિર્માતા રાજન શાહીએ પોતે પુષ્ટિ કરી છે કે હવે પારસ કલનવતનો અનુપમા સાથેનો કરાર સમાપ્ત થઈ ગયો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ચાહકોમાં હલચલ મચી ગઈ છે. હવે સમર શાહના રોલ માટે પણ એક મોટું અપડેટ સામે આવ્યું છે. નવીનતમ માહિતી અનુસાર, પારસ કલનવતની એકઝિટ પછી તરત જ, મેકર્સે પણ સમર શાહના રોલ માટે લોકોનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે.
એક મીડિયા હાઉસ ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર અનુપમાના મેકર્સે ટીવી એક્ટર સુવંશ ધરનો (Suvansh Dhar)સંપર્ક કર્યો છે. શો સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી એ વાત પણ સામે આવી છે કે સુવંશ ધર સમર શાહના રોલમાં જોવા મળે તેવી શક્યતાઓ વધુ છે. સુવંશ ધર અગાઉ સીરીયલ ‘અપનાપન’માં (Apnapan)મહત્વની ભૂમિકા ભજવતો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે પારસ કલનાવત શરૂઆતથી જ આ શો સાથે જોડાયેલો છે. રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે સ્ટારર શો ‘અનુપમા’નો(Anupama) પ્રથમ એપિસોડ 2020 માં પ્રસારિત થયો હતો. આ જોઈને શોએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. તે જ સમયે, લોકો સમરના રોલમાં પારસ કલનાવત(Paras Kalnawat) પસંદ કરવા લાગ્યા.
આ સમાચાર પણ વાંચો : 14 વર્ષ પછી ફરી રહી છે એકતા કપૂરની લોકપ્રિય સીરિયલ કહાની ઘર ઘર કી -જાણો કેવી હશે તેની સ્ટારકાસ્ટ અને ક્યારે થશે ટેલિકાસ્ટ
રાજન શાહી તરફથી જાણવા મળ્યું છે કે પારસ કલનાવતે પ્રોડક્શનને જાણ કર્યા વિના ડાન્સિંગ રિયાલિટી શો ઝલક દિખલા જા (Jhalak Dikhla ja)સાઈન કર્યો છે. જેના કારણે રાજન શાહીએ રાતોરાત ‘અનુપમા’ માંથી પારસ કલનાવત નું પત્તું સાફ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે, રાજન શાહી(Rajan Shahi) હંમેશા પોતાના કલાકારોને ટેકો આપતા રહ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટ વિરુદ્ધ કામ કરવું તેમને હંમેશા સ્વીકાર્ય નથી. હાલ તો એ જોવાનું રહેશે કે સુવંશ ધર સમરના રોલમાં કેટલો ફિટ બેસે છે અને ચાહકો તેને સમર ના રોલ માં પસંદ કરશે કે કેમ.