Site icon

લગ્નના ચાર મહિના બાદ પ્રેગ્નન્ટ બની સ્વરા ભાસ્કર, પતિ ફહાદ સાથે શેર કર્યા રોમેન્ટિક ફોટો

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે લગ્નના 3 મહિના બાદ જ પ્રેગ્નન્સીના સમાચાર ફેન્સ સાથે શેર કર્યા છે. અભિનેત્રીએ તેના પતિ સાથેના કેટલાક ફોટા શેર કર્યા છે.

swara bhaskar pregnant as shares pics in baby bumb with her husband

લગ્નના ચાર મહિના બાદ પ્રેગ્નન્ટ બની સ્વરા ભાસ્કર, પતિ ફહાદ સાથે શેર કર્યા રોમેન્ટિક ફોટો

News Continuous Bureau | Mumbai

જ્યારથી બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અને સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદના લગ્ન થયા છે, ત્યારથી બંને લાઈમલાઈટમાં છે. લગ્ન બાદ બંને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયા હતા. હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે અભિનેત્રી સ્વરા ભાસ્કર માતા બનવા જઈ રહી છે. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. પરંતુ આ બધા પછી હવે સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરી છે, જેના પછી સ્વરા ભાસ્કર માતા બનવાની છે તેવા સમાચારની પુષ્ટિ થઈ છે.

Join Our WhatsApp Community

 

સ્વરા ભાસ્કર છે પ્રેગ્નેન્ટ 

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ક્યારેક તેનું એક નિવેદન વાયરલ થઈ જાય છે, તો ક્યારેક સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર તસવીર સાથે છવાયેલી રહે છે. દરમિયાન આવા સમાચાર સામે આવી રહ્યા છે. જેણે સૌને ચોંકાવી દીધા છે. સ્વરા ભાસ્કરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીર શેર કરીને પુષ્ટિ કરી છે કે તે માતા બનવા જઈ રહી છે. સ્વરા ભાસ્કરે શેર કરેલી તસવીરોમાં અભિનેત્રી તેના પતિ ફહાદ અહેમદ સાથે રોમેન્ટિક પોઝ આપતી જોવા મળે છે. આ તસ્વીરોમાં સ્વરા ભાસ્કરનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સ્વરા ભાસ્કરની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઘણા દિવસોથી સ્વરા ભાસ્કરની પ્રેગ્નન્સીના સમાચાર સામે આવી રહ્યા હતા. તો ચાલો જોઈએ સ્વરા ભાસ્કરની આ તસવીરો જે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ.

 ફેબ્રુઆરી માં થયા હતા સ્વરા ભાસ્કર ના લગ્ન 

સ્વરા ભાસ્કરે 16 ફેબ્રુઆરી 2023ના રોજ સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિનાઓ બાદ હવે સ્વરા ભાસ્કરે ચાહકોને આ ખુશખબર આપી છે. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકો ખૂબ જ ખુશ છે, જ્યારે ટ્રોલર્સે તેમની ક્લાસ લગાવી છે.

આ સમાચાર પણ વાંચો: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની અક્ષરા એ કર્યો શિવ તાંડવ, પ્રણાલી રાઠોડનું ઉગ્ર સ્વરૂપ જોઈને ટીવી ની સાઈ એટલે કે આયેશા સિંહે કરી આ ટિપ્પણી

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version