Site icon

Asit modi પોતાના પર લાગેલા આરોપ પર અસિત મોદી એ તોડ્યું મૌન, પોતાના બચાવમાં કહી આ વાત

 તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી એ જેનિફર મિસ્ત્રી વિવાદ પર વાત કરી છે. નિર્માતાએ દાવો કર્યો કે તેણે ક્યારેય કોઈની સાથે ખોટું નથી કર્યું.

taarak mehta ka ooltah chashma producer asit modi open up on allegations

taarak mehta ka ooltah chashma producer asit modi open up on allegations

News Continuous Bureau | Mumbai 

Asit modiતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક પારિવારિક શો છે અને આ શો હાસ્ય અને મસ્તીનો સંપૂર્ણ ડોઝ આપે છે. આ જ કારણ છે કે ટીઆરપીના મામલામાં પણ શો હંમેશા ટોપ પર રહે છે. જોકે, આ શો લાંબા સમયથી વિવાદોમાં રહ્યો છે. શો છોડી રહેલા કલાકારોએ તારક મહેતા શોના નિર્માતા અસિત કુમાર મોદી પર ગંભીર આરોપ લગાવ્યા છે. હવે અસિત મોદીએ તેમના પર લાગેલા આરોપો પર મૌન તોડ્યું છે.

Join Our WhatsApp Community

જેનિફર મિસ્ત્રી ઘ્વારા લગાવવામાં આવેલા આરોપો પર અસિત મોદી એ કહી આ વાત

શોમાં મિસિસ રોશન સોઢીનું પાત્ર ભજવતી જેનિફર મિસ્ત્રીએ તાજેતરમાં અસિત કુમાર મોદી પર સેટ પર તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. જેનિફર મિસ્ત્રી દ્વારા ઉત્પીડનના આરોપો પર અસિત કુમાર મોદીએ કહ્યું, “મને ખબર નથી કે મારા વિશે આવું કેમ કહેવામાં આવી રહ્યું છે. હું દરેકને મારો પરિવાર માનું છું. દરેકને ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું.” આગળ આસિત મોદીએ કહ્યું કે મેં ક્યારેય કોઈની સાથે ખોટું કર્યું નથી. હું મારી ટીમને ખુશ અને સકારાત્મક વાતાવરણમાં રાખવાનો પણ પ્રયાસ કરું છું.’ તેમણે કહ્યું, ‘દરેક સારા કામમાં મુશ્કેલીઓ આવે છે અને જેઓ મુશ્કેલીઓનો સામનો કરે છે તે જીવનમાં સફળ થાય છે. તેથી આપણે આ મુશ્કેલીઓનો સામનો કરીશું અને આપણી આસપાસ જે કંઈ પણ થઈ રહ્યું છે તે અમે સકારાત્મક માનસિકતા સાથે લડી રહ્યા છીએ. અમે હંમેશા બધાને ખુશ રાખ્યા છે, અમે સ્વચ્છ છીએ અને દિલથી પણ સ્વચ્છ છીએ. 15 વર્ષની લાંબી સફરમાં એવા ઘણા કલાકારો છે જેઓ પોતાની મરજીથી અમને છોડીને ચાલ્યા ગયા છે. તેમને ટ્રેન અધવચ્ચે જ છોડીને પોતાના રસ્તે ચાલ્યા ગયા, પરંતુ તેમનું યોગદાન હું ક્યારેય નહીં ભૂલી શકું. હું હંમેશા તેમની મહેનતની કદર કરું છું અને તેમનો આભાર માનું છું.’ અસિતે કહ્યું, ‘હું તમને એક વાત કહું કે અમે ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી અને ક્યારેય કોઈનું ખરાબ વિચાર્યું નથી, પરંતુ જો કોઈને ખરાબ લાગ્યું હોય અથવા અજાણતાં કોઈને દુઃખ થયું હોય તો હું તેમની માફી માંગુ છું. ,

આ સમાચાર પણ વાંચો : Modi Surname Case: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ મામલે મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે સજા પર મુક્યો સ્ટે..

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ પુરા કર્યા 15 વર્ષ

શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘નો પહેલો પ્રીમિયર 28 જુલાઈ 2008ના રોજ થયો હતો. આ શો ગોકુલધામ સોસાયટીમાં રહેતા જેઠાલાલ ગડા, તેમની પત્ની દયા બેન, ચંપક લાલ ગડા, ટપ્પુ, તારક મહેતા, અંજલિ મહેતા અને અન્ય પાત્રોની આસપાસ ફરે છે. હાલમાં જ આ શોને 15 વર્ષ પૂરા થયા છે.

Amitabh Bachchan: ઐશ્વર્યા રાયનું સાહસ,દીકરી આરાધ્યાના જન્મ સમયે પેઇનકિલર ન લેવાનો નિર્ણય, અમિતાભ બચ્ચને ગણાવી ‘હિંમતવાન માતા’.
Madhuri Dixit: ઉદયપુરની ગ્રાન્ડ વેડિંગમાં છવાઈ માધુરી દીક્ષિત, કર્યો ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ
Shahrukh khan: શાહરુખ ખાને વૈશ્વિક મંચ પર ૨૬/૧૧ અને પહલગામના વીરોને યાદ કર્યા, દર્શકો થયા પ્રભાવિત
Mahavatar Narsimha: ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ,’મહાવતાર નરસિમ્હા’ ઓસ્કર ૨૦૨૬ની રેસમાં સામેલ, આટલી ફિલ્મો સાથે થશે ટક્કર!
Exit mobile version