Site icon

14 વર્ષ પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો નો ઇન્તઝાર થશે ખતમ- શોમાં નવા તારક મહેતા બાદ થશે આ પાત્ર ની એન્ટ્રી-પોપટલાલે કર્યો ખુલાસો 

News Continuous Bureau | Mumbai

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Tarak Mehta Ka ooltah Chashma) છેલ્લા કેટલાક દિવસોથી ઉથલ પાથલ ચાલી રહી છે. ઘણા જૂના પાત્રોએ શો છોડી દીધો છે અને હવે કેટલાક નવા ચહેરા પ્રવેશવાના છે. છેલ્લા 14 વર્ષથી આ શો લોકોનું મનોરંજન કરી રહ્યો છે. તાજેતરમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવા તારક મહેતાએ(New Tarak Mehta) એન્ટ્રી કરી છે. સચિન શ્રોફ(Sachin Shroff) નવા તારક મહેતાની ભૂમિકા ભજવી રહ્યો છે. શોનું શૂટિંગ નવા તારક મહેતા સાથે શરૂ થયું છે. અગાઉ શૈલેષ લોઢાએ(Shailesh Lodha) આ શોમાં તારક મહેતાનું પાત્ર ભજવ્યું હતું.

Join Our WhatsApp Community

હવે ચાહકો શ્રીમતી પોપટલાલની(Mrs. Popatlal) લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે દર્શકોની આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. પોટલાલની પત્ની ટૂંક સમયમાં શોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. દર્શકોને જલ્દી જ આ સરપ્રાઈઝ મળશે. આનો ખુલાસો ખુદ પોપટલાલે કર્યો છે. આ શોમાં શ્યામ પાઠક(Shyam Pathak) પોપટલાલનું પાત્ર ભજવી રહ્યો છે.વિડીયોમાં,’ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પોપટલાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠકે ખુલાસો કર્યો કે શ્રીમતી પોપટલાલ ટૂંક સમયમાં ગોકુલધામ(Gokuldham) આવવાની છે અને હવે મારે એકલા રહેવાની જરૂર નથી.

આ સમાચાર પણ વાંચો : આજે છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જન્મદિવસ-આ ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળી હતી પીએમ મોદીની સંઘર્ષ અને રાજકીય સફર-જાણો તે ફિલ્મો વિશે 

તમને જણાવી દઈએ કે,શૈલેષ લોઢા પહેલા પણ શો ના અનેક કલાકારોએ આ શોને અલવિદા કહી દીધુ છે. જેમાં દિશા વાકાણી(Disha Vakani), નેહા મહેતા(Neha Mehta), ગુરુચરણ સિંહ(Gurucharan Singh), નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) ભવ્ય ગાંધી(Bhavya Gandhi) જેવા કલાકારો નો સમાવેશ થાય છે.હવે જયારે નવા મહેતા સાહેબ ની એન્ટ્રી થઇ ગઈ છે તો દર્શકો હવે દયાભાભી ના આગમન ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. 

 

Rubina Dilaik Surprises Fans: રુબીના દિલૈકે શેર કર્યા ગુડ ન્યૂઝ! જોડિયા પુત્રીઓ બાદ અભિનેત્રીએ ત્રીજી પ્રેગ્નન્સીની કરી જાહેરાત? જાણો વીડિયો પાછળનું સત્ય
Ranveer Singh in Trouble: ‘કાંતારા’ ના પવિત્ર દ્રશ્યની નકલ મામલે રણવીર સિંહ વિરુદ્ધ FIR, બેંગલુરુમાં હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ
Bharti Singh Second Baby Name: ભારતી અને હર્ષે સોશિયલ મીડિયા પર કરી બીજા દીકરા ના નામ ની જાહેરાત, જાણો આ નામનું ધાર્મિક અને સામાજિક મહત્વ
Ikkis OTT Release: થિયેટર બાદ હવે OTT પર નસીબ અજમાવશે ‘ઇક્કીસ’: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે અગસ્ત્ય નંદાની ફિલ્મ
Exit mobile version