Site icon

એવું તે શું થયું કે પાપારાઝી પર ભડકી ગઈ ‘બબીતાજી’?, મુનમુન દતા એ લીધી ફોટોગ્રાફર્સ ની ક્લાસ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા ​​જી એટલે કે મુનમુન દત્તાને આજે કોણ નથી જાણતું. આ શોના કારણે આજે તે દરેક ઘરમાં જાણીતી છે. અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પાપારાઝી પર ભડકી રહી છે.

taarak mehta ka ooltah chashmah babita ji aka munmun dutta angry on paparazzi

એવું તે શું થયું કે પાપારાઝી પર ભડકી ગઈ ‘બબીતાજી’?, મુનમુન દતા એ લીધી ફોટોગ્રાફર્સ ની ક્લાસ

News Continuous Bureau | Mumbai

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં’ ( taarak mehta ka ooltah chashmah ) લોકો જેઠાલાલ અને બબીતા ​​જીની ( babita ji ) જોડીને સૌથી વધુ પસંદ કરે છે. બબીતા ​​જી એટલે કે મુનમુન દત્તા ( munmun dutta ) લાંબા સમયથી આ શો સાથે જોડાયેલી છે. હાલમાં જ એક્ટ્રેસ એક એવોર્ડ ફંક્શનમાં જોવા મળી હતી.આ દરમિયાન કંઈક એવું થયું જેના પર મુનમુન ગુસ્સે ( angry  ) થઈ ગઈ. તેણે ઉગ્રતાથી પાપારાઝી ( paparazzi ) ની ક્લાસ લગાવી દીધી.

Join Our WhatsApp Community

 પાપારાઝી પર ગુસ્સે થઇ ગઈ મુનમુન દત્તા

મુનમુન દત્તા ITA એવોર્ડ નાઇટમાં જોવા મળી હતી.આ દરમિયાન અભિનેત્રીએ રેડ કાર્પેટ પર પોઝ આપ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. અભિનેત્રીએ પાપારાઝીને તેમની હાસ્યાસ્પદ ટિપ્પણીઓ માટે ઠપકો આપ્યો. આ દરમિયાન એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.વીડિયોમાં તે કહેતી જોવા મળે છે, આ લોકો પાછળથી કોમેન્ટ કરે છે, તે પછીથી તેમના વીડિયોમાં સંભળાય છે.એ લોકોએ બેહૂદા ટિપ્પણી કરવાનું બંધ કરવું જોઈએ.આ સમુદાય આજકાલ આવો બની ગયો છે. ચાહકોએ આ પહેલા ક્યારેય મુનમુન દત્તાને આટલા ગુસ્સામાં નહીં જોઈ હોય. અભિનેત્રીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોએ મુનમુન દત્તાના વખાણ કર્યા છે. બીજી તરફ ઘણાને લાગે છે કે મુનમુન દત્તામાં એટીટ્યુડ આવી ગયો છે.

આ સમાચાર પણ વાંચો:   Inflation News : નવેમ્બરમાં ભારતનો છૂટક ફુગાવો ઘટીને 5.88 ટકા થયો.

મુનમુન દત્તાનો થયો હતો અકસ્માત

હાલમાં જ મુનમુન દત્તા વેકેશન માટે જર્મની ગઈ હતી, જ્યાં તેનો અકસ્માત થયો હતો. આ વિશે માહિતી આપતા તેણે ચાહકોને કહ્યું હતું કે જર્મનીમાં મારો એક નાનો અકસ્માત થયો હતો. મને મારા ડાબા ઘૂંટણમાં ઈજા થઈ છે. તેથી જ મારે અધવચ્ચે મારી સફર પૂરી કરીને પાછા ફરવું પડ્યું. જોકે હવે તે એકદમ સ્વસ્થ છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર 7 મિલિયન લોકો તેને ફોલો કરે છે.

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version