News Continuous Bureau | Mumbai
તારક મહેતા માં જેઠાલાલ નું પાત્ર ભજવી ને લોકપ્રિય થયેલા દિલીપ જોશી તેમના અદભૂત અભિનયથી લાખો દિલો પર રાજ કરે છે. દિલીપે હાલમાં જ એક મીડિયા સંસ્થા સાથે વાત કરતા ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા દિલીપ જોશીએ ખુલાસો કર્યો કે વર્ષ 2007માં તેમની પાસે કોઈ કામ નહોતું અને કોઈ પ્રોજેક્ટ નહોતો.
દિલીપ જોશી એ યાદ કર્યા તેમના સંઘર્ષના દિવસો
આ વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું, “વર્ષ 2007માં એક નાટક જે હું કરતો હતો તે બંધ થઈ ગયું. મારો એક શો પણ બંધ થઈ ગયો. એક સમય એવો હતો જ્યારે કોઈ કામ નહોતું. કામ માટે કોઈ ફોન નહોતો આવતો. મારે મારા બે બાળકો અને પરિવારની સંભાળ રાખવાની હતી. બાળકોની શાળાની ફી ચૂકવવી મારા માટે મુશ્કેલ હતું. મારે પોતાને સ્થાપિત કરવા માટે એક અભિનેતા તરીકે કામ કરવું પડ્યું. હું અભિનય સિવાય બીજું કઈ આવડતું નહોતું”દિલીપ આગળ જણાવે છે કે, “આ સમય દરમિયાન મને કોમેડી સર્કસ તરફથી ઓફર મળી હતી. આ શોમાં જે કોમેડી થતી તે અશ્લીલ હતી, તેઓ મને સારા પૈસા ચૂકવવા તૈયાર હતા પરંતુ હું ક્યારેય એવું કામ કરવા માંગતો ન હતો, જ્યાં મારો પરિવાર સાથે બેસી શકે અને તેને એકસાથે જોઈ શકે. મારા બાળકોએ મારું કામ જોવું જોઈએ. તેમને મારા પર ગર્વ હોવો જોઈએ. તેથી જ મેં કૉમેડી સર્કસને નકારી કાઢ્યું.”
દિલીપ જોશી ને આ રીતે મળી જેઠાલાલ ની ભૂમિકા
કોમેડી સર્કસને નકાર્યા પછી દોઢ મહિનામાં અભિનેતાને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ઓફર કરવામાં આવી હતી. આ પછી તેણે શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીતી લીધા. દિલીપ પોતાની જોરદાર એક્ટિંગના દમ પર લોકોના દિલ પર રાજ કરે છે. આટલું જ નહીં, અભિનેતા બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે.