Site icon

જેઠાલાલના કિરદાર માટે માત્ર દિલીપ જોશી જ નહીં, પરંતુ આ કલાકારોને પણ ઑફર કરવામાં આવ્યો હતો જેઠાલાલનો રોલ; જાણો તે કલાકારો વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 20 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેશનો સૌથી લોકપ્રિય શો છે અને આ શો લગભગ 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. એમાં જેઠા ચંપકલાલ ગડાના પાત્રને સૌથી વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે દિલીપ જોશી સાથે કયા કયા અભિનેતાઓને આ પાત્રની ઑફર કરવામાં આવી હતી.

યોગેશ ત્રિપાઠી

યોગેશ ત્રિપાઠીને 'ભાભીજી ઘર પર હૈ'માં તેની ભૂમિકા માટે ઓળખવામાં આવે છે, તેને જેઠાલાલની ભૂમિકાની ઑફર કરવામાં આવી હતી, પરંતુ તે ભાભીજીના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તેણે ના પાડી હતી.

કિકુ શારદા

કપિલ શર્મા શોમાં પોતાની ભૂમિકા બચા યાદવ માટે ફૅમસ કિકુ શારદાને પણ જેઠાની ભૂમિકાની ઑફર કરવામાં આવી હતી, પરંતુ તેણે ના પાડી હતી.

અલી અસગર

અલી અસગર ટેલિવિઝનનો એક ખૂબ જ સફળ અભિનેતામાંથી એક છે અને તે કૉમેડી નાઇટ્સ વિથ કપિલ માટે જાણીતો છે. જોકે જ્યારે તેને આ પાત્રની ઑફર કરવામાં આવી, ત્યારે અભિનેતાએ આ ભૂમિકા નિભાવવાનો ઇનકાર કર્યો હતો.

રાજપાલ યાદવ

બૉલિવુડમાં આપણા સૌથી સારા કૉમેડિયનમાંથી એક રાજપાલ યાદવ પણ આ લિસ્ટનો એક ભાગ છે. ફિલ્મો માટે જાણીતા અભિનેતાને પ્રથમ જેઠાની ભૂમિકાની ઑફર કરવામાં આવી હતી, પરંતુ તે ટેલિવિઝન કરવા માગતો ન હોવાથી ના પાડી હતી.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version