News Continuous Bureau | Mumbai
Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા ની રોશન ભાભી એટલેકે અભિનેત્રી જેનિફર મિસ્ત્રી તેના અને અસિત મોદી વચ્ચે ના વિવાદ ને કારણે ચર્ચામાં આવી હતી. હવે અભિનેત્રી જેનિફર મિસ્ત્રી પર નવી મુસીબત આવી છે પરંતુ આ મુસીબત તેની પ્રોફેશનલ લાઈફ નહીં પરંતુ પર્સનલ લાઈફ સાથે જોડાયેલી છે. વાસ્તવ માં જેનિફર ની નાની બહેન ની હાલત ગંભીર છે અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. આ માહિતી જેનિફરે પોતે આપી છે.
આ સમાચાર પણ વાંચો : Alia bhatt and Ranbir kapoor: સલમાન ખાન ના ઘરે પહોંચ્યા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, તસવીર જોઈ લોકો એ લગાવ્યું આવું અનુમાન
જેનિફર મિસ્ત્રી ની બહેન ની હાલત ગંભીર
મીડિયા રિપોર્ટ મુજબ જેનિફર ની નાની બહેન ની હાલત ગંભીર છે આ વિશે વાત કરતા જેનિફરે જણાવ્યું કે,’મારી નાની બહેનની હાલત ખૂબ જ ગંભીર છે. તેની સંભાળ લેવા મારે વતન જવું પડે તેમ છે. આ સમયે તેને મારી સૌથી વધુ જરૂર છે. તે વેન્ટિલેટર પર છે અને તેની હાલત અત્યંત ગંભીર છે. તે અત્યારે જીવનની લડાઈ લડી રહી છે અને મારે તેની સાથે રહેવું છે.મારા નાના ભાઈના અવસાન પછી મારા પરિવાર ની સાત છોકરીઓની જવાબદારી મારા પર આવી ગઈ અને એ જ સમયે અસિત મોદીનો મામલો બન્યો. મારા માટે આ વસ્તુઓનું સંચાલન કરવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. આ બધાને કારણે હું છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છું.’
