News Continuous Bureau | Mumbai
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક લોકપ્રિય ટેલિવિઝન શો છે. તે છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. ‘તારક મહેતા’માં દરરોજ નવા ટ્વીસ્ટ અને ટર્ન જોવા મળી રહ્યા છે. અને હવે આ શોના ચાહકોને એક નવું સરપ્રાઈઝ મળવા જઈ રહ્યું છે.
ટપ્પુ સેના આપશે સરપ્રાઈઝ
ટપ્પુ સેના એક સિક્રેટ પ્રોજેક્ટમાં લાગેલી છે, જેનું રહસ્ય ટૂંક સમયમાં ખુલવા જઈ રહ્યું છે. નવીનતમ એપિસોડમાં, ટપ્પુ અને સોનુ સમગ્ર ‘ટપ્પુ સેના’ સાથે એક પ્રોજેક્ટની જાહેરાત કરતા જોવા મળશે. આ કામમાં તેની સાથે શોના નિર્માતા અસિત મોદી પણ જોવા મળવાના છે. ટપ્પુ સેનાનો આ પ્રોજેક્ટ યુવા પ્રેક્ષકો માટે છે જેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કોમેડી અને મનોરંજક એપિસોડ નો આનંદ માણે છે. આ પ્રોજેક્ટનો હેતુ વધુમાં વધુ યુવાનોને શો સાથે જોડવાનો છે.આ શોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી છે, જેમાં ટપ્પુ તેની સેના સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે. જો કે હજુ સુધી આ માહિતી મળી નથી કે તે સરપ્રાઈઝ શું છે. થોડા દિવસો પહેલા ગોકુલધામ સોસાયટીમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી.
યુટયુબ પર મરાઠી અને તેલુગુ માં પણ જોવા મળશે શો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ સૌથી લાંબી ચાલતી સિટકોમ માંની એક છે, જેનો પ્રથમ એપિસોડ 2008માં પ્રસારિત થયો હતો. આ શોએ 15 વર્ષ પૂરા કર્યા છે અને 3700થી વધુ એપિસોડ પૂરા કર્યા છે. નીલા ફિલ્મ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને યૂટ્યૂબ પર મરાઠીમાં ‘ગુકુલધામ ચી દુનિયાદારી’ અને તેલુગુમાં ‘તારક મામા આયો રામા’ તરીકે સ્ટ્રીમ કરે છે. બધા શો આસિત કુમાર મોદીએ લખેલા અને પ્રોડ્યુસ કર્યા છે.