News Continuous Bureau | Mumbai
ટેલિવિઝન જગતનો પ્રખ્યાત શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આ દિવસોમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. 14 વર્ષ જૂનો શો સતત લોકોનું મનોરંજન કરી રહ્યો છે, તે લોકપ્રિયતાની યાદીમાં પણ ટોચ પર છે. પરંતુ કલાકારો સતત શોથી અંતર બનાવી રહ્યા છે. તાજેતરમાં, શોના ફેસિલિટેટર તારક મહેતાનું પાત્ર ભજવનાર અભિનેતા અને કવિ શૈલેષ લોઢાએ શોને અલવિદા કહ્યું. ત્યારપછી તેમની બદલીને લઈને અનેક નામો સામે આવ્યા હતા. પરંતુ આખરે હવે શૈલેષ લોઢાનું રિપ્લેસમેન્ટ મળી ગયું છે. હવે આ સિરિયલમાં ટીવી- એક્ટર સચિન શ્રોફ આ રોલ ભજવતો જોવા મળશે.
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ, સચિન શ્રોફ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં શૈલેષ લોઢાને રિપ્લેસ કરી શકે છે. એટલું જ નહીં, સમાચાર એ પણ છે કે એક્ટરે શો માટે બે દિવસનું શૂટિંગ પણ કર્યું છે. જો કે હજુ સુધી આ મામલે સચિન શ્રોફ કે મેકર્સ તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન બહાર આવ્યું નથી.
આ સમાચાર પણ વાંચો : હેરાનગતિ માટે તૈયાર થઈ જાઓ- આ તારીખથી ટેક્સી-રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર – જાણો શું છે કારણ
મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી સિરિયલમાં તારક મહેતાનું પાત્ર જોવા મળતું નહોતું. શૈલેષ લોઢાએ ખાસ્સા સમયથી સિરિયલનું શૂટિંગ બંધ કરી દીધું હતું. દર્શકો તથા મેકર્સને આશા હતી કે શૈલેષ લોઢા શોમાં પરત ફરી શકે છે, પરંતુ હવે નવા તારક મહેતા આવતાં જ આ તમામ વાતો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
સચિન શ્રોફના કરિયરની વાત કરીએ તો તે ભારતીય ટેલિવિઝનનું જાણીતું નામ છે. તે ઘણા હિટ ટીવી શો અને વેબસીરીઝમાં જોવા મળ્યા છે. હાલમાં જ તે બોબી દેઓલ સ્ટારર વેબસીરીઝ 'આશ્રમ' અને ટીવી શો 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં જોવા મળ્યા હતા. આ સિવાય સચિને સલમાન ખાનના વિવાદાસ્પદ શો 'બિગ બોસ'ની 5મી સીઝનમાં પણ ભાગ લઇ ચુક્યા છે.
આ સમાચાર પણ વાંચો : બોરીવલીમાં રીક્ષાવાળાઓની દાદાગીરી- રસ્તાને બનાવી નાખ્યું જાહેર શૌચાલય- જુઓ ફોટો
