News Continuous Bureau | Mumbai
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 14 ( taarak mehta ka ooltah chashmah ) વર્ષથી સ્ક્રીન પર રાજ કરી રહ્યો છે અને આ શોના કલાકારો દરેક ઘરમાં ઓળખાય છે. જેઠાલાલ, ભીડે, પોપટલાલ ( popatlal ) જેવા સ્ટાર્સ આ શો સાથે 14 વર્ષથી જોડાયેલા છે અને ચાહકો તેમને તેમના પરિવારનો ભાગ માને છે. આ શોમાં ઘણા એવા પાત્રો છે, જે બધાને હસાવે છે. સાથે જ પોપટલાલ નું પાત્ર ભજવનાર શ્યામ પાઠક ( shyam pathak ) ને પણ લોકો પસંદ કરે છે. શ્યામનું જીવન પડદા પર દેખાતા પોપટલાલ કરતાં ઘણું અલગ છે અને તારક મહેતામાં પત્રકારની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠક પરિણીત છે અને કરોડોની સંપત્તિના ( fees and networth ) માલિક પણ છે, ચાલો જાણીએ તેમના વિશે કેટલીક ખાસ વાતો.
જાણો એક એપિસોડની ફી
શોમાં પત્રકાર પોપટલાલની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠક વિશે વાત કરીએ તો, રિપોર્ટ્સ અનુસાર, શ્યામ પાઠક એટલે કે પોપટલાલના એક એપિસોડની ફી લગભગ 60 હજાર રૂપિયા છે. શ્યામ એક જાણીતો થિયેટર આર્ટિસ્ટ છે અને તેણે હોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્યામ પાઠક મર્સિડીઝ જેવી કાર ચલાવે છે. આ સિવાય તેમની પાસે 15 કરોડથી વધુની સંપત્તિ છે.
આ સમાચાર પણ વાંચો : તુનિષા આત્મહત્યા કેસ માં આવ્યો નવો વળાંક,મિસ્ટ્રી મેન સાથે તુનિષા નો વીડિયો થયો વાયરલ, લોકોએ ઉઠાવ્યા સવાલ
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ છોડીને અભિનેતા બન્યા
શ્યામ પાઠક વિશે બહુ ઓછા લોકો જાણતા હશે કે તેઓ CA એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા હતા પરંતુ અભિનયમાં રસ હોવાને કારણે તેમણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો, ત્યારબાદ તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સાથે જોડાયા હતા અને અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. ટીવી સિરિયલમાં પોપટલાલે લગ્ન નથી કર્યા પરંતુ, તેઓ વાસ્તવિક જીવનમાં પરિણીત છે. શ્યામ પાઠક અને રેશમીએ પ્રેમ લગ્ન કર્યા હતા અને આજે તેમને ત્રણ બાળકો છે. આ દંપતીને એક પુત્ર પાર્થ, એક પુત્રી નિયતિ અને સૌથી નાનો પુત્ર શિવમ પાઠક છે.