News Continuous Bureau | Mumbai
આજકાલ સ્ટ્રીટ ફૂડ સાથે એટલા બધા એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે કે, લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે શું ખાવું? અને શું ન ખાવું? આ એક્સપેરિમેન્ટલ સ્ટ્રીટ ફૂડ કોઈકવાર લોકોની જીભે વળગી જાય છે તો કોઈકવાર આકરી ટિકાઓનો શિકાર બને છે. દરમિયાન આવા જ એક અજીબોગરીબ ફૂડ એક્સપરિમેન્ટનો વીડિયો ઇન્ટરનેટ ( internet ) પર વાયરલ થઈ રહ્યો છે. જેને યુઝર્સ પચાવી શક્યા નથી.
View this post on Instagram
આ વિડિયોમાં એક મહિલા ડેરી મિલ્ક ચોકલેટના ( chocolate ) બે પેકેટ ખોલીને ચણાના લોટના ( gram flour ) બેટરમાં બોળી દે છે. તે પછી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેમને તેલમાં ડીપ ફ્રાય કરે છે. જેમ-જેમ વીડિયો આગળ વધે છે, તેમ-તેમ તે પકોડા પ્લેટમાં આવે છે, તેના પર મસાલા છાંટી અને તેને લીલી ચટણી સાથે સર્વ કરે છે. અંતમાં, એક માણસ લીલી ચટણી સાથે આ ચોકલેટ પકોડાનો સ્વાદ લે છે. આ વીડિયો જોઈને પકોડાના ચાહકો ગુસ્સે થઈ ગયા છે. તો કેટલાક લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : સતત ત્રીજાદિવસે શેરબજારમાં કડાકો, વૈશ્વિક દબાણ સામે આટલા સેન્સેક્સ નિફ્ટી તૂટીને ખૂલ્યા