Site icon

પહેલા લગ્ન માટે એક છોકરી ના પણ હતા વાંધા, હવે પોપટલાલ માટે આવ્યા બે છોકરી ના માંગા, તારક મહેતા નો નવો પ્રોમો જોઈ ચાહકો થયા નારાજ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દરરોજ નવા વળાંક આવતા રહે છે. પરંતુ આ વખતે શોમાં તારક મહેતાના દર્શકો 15 વર્ષથી જેની રાહ જોઈ રહ્યા હતા તે જોવા મળશે કે અને તે છે પોપટલાલના લગ્ન.

taarak mehta ka ooltah chashmah popatlal marriage repetitive plot fans troll

પહેલા લગ્ન માટે એક છોકરી ના પણ હતા વાંધા, હવે પોપટલાલ માટે આવ્યા બે છોકરી ના માંગા, તારક મહેતા નો નવો પ્રોમો જોઈ ચાહકો થયા નારાજ

News Continuous Bureau | Mumbai

સોની સબ ટીવીની પ્રખ્યાત ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહી છે અને દર્શકો પણ ગોકુલધામ સોસાયટીના આ સભ્યોને ખૂબ પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાર્તાએ ખૂબ જ રસપ્રદ વળાંક લીધો છે.અત્યાર સુધી આપણે જોયું છે કે પત્રકાર પોપટલાલ પોતાના લગ્નને લઈને ખૂબ જ ચિંતિત છે. તાજેતરમાં તેણે પોતાનું નામ બદલીને પ્યારેલાલ રાખ્યું છે. એક જ્યોતિષની સલાહ બાદ પત્રકાર પોપટલાલે પોતાના લગ્ન માટે પોતાનું નામ બદલી નાખ્યું છે. જ્યોતિષ દ્વારા જણાવવામાં આવેલ આ ઉપાય પોપટલાલ માટે ખૂબ જ મદદગાર સાબિત થયો છે અને તેમના માટે બે છોકરીઓના માંગા પણ આવ્યા છે.

Join Our WhatsApp Community

 

શું ખરેખર થશે પોપટલાલ ના લગ્ન?

સીરિયલમાં બતાવવામાં આવી રહ્યું છે કે પોપટલાલ માટે એક માંગુ  મેરેજ બ્યુરોમાંથી આવ્યું છે અને બીજું માંગુ  અંજલિ ભાભી લાવી છે. આટલા વર્ષોથી પોપટલાલ ને લગ્ન માટે એક છોકરી પણ મળવી મુશ્કેલ હતી હવે તેના માટે બે બે છોકરીઓ ના માંગા આવ્યા છે. પરંતુ હવે પોપટલાલ ઉર્ફે પ્યારેલાલ આ બંને માંથી કઈ છોકરી પસંદ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

તારક મહેતા નો નવો પ્રોમો જોઈ દર્શકો થયા નારાજ 

તારક મહેતા ના ચાહકો આ પ્રોમો જોઈ નાખુશ છે. કારણ કે આ જ પોપટલાલ ના લગ્ન નો પ્લોટ અગાઉ એક વખત જોવામાં આવ્યો છે. અગાઉ પણ એક વખત પોપટલાલને જોવા માટે બે યુવતીઓ એક સાથે આવી હતી અને બંનેએ ફરી સંબંધ રદ કરીને છળી ગઈ હતી અને પોપટલાલ કુંવારો રહી ગયો હતો. હવે આ નવો પ્રોમો જોઈને ફેન્સ ગુસ્સામાં છે અને શો ને ટ્રોલ કરી રહ્યા છે.એક યુઝરે લખ્યું- દરેક સ્ટોરીને રિપીટ પર રિપીટ કરો છો, તેને બંધ કરો. તો બીજા યુઝરે લખ્યું- દરેકને તેનો અંત ખબર છે. એક યુઝરે લખ્યું- ભાઈ, આ લગ્નને તમે પ્યારે લાલ નામ આપો તો પણ નહીં થાય. જો તેઓ આ ગરીબ માણસના લગ્ન કરાવે તો તેમની સાથે વિષય સમાપ્ત થઈ જશે. યુઝર્સ સતત આવી જ કોમેન્ટ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: નસીરુદ્દીન શાહના નિવેદન પર ગુસ્સે થયા મનોજ તિવારી, અભિનેતા ના ઈરાદા ને લઇ ને કહી આ વાત

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version