News Continuous Bureau | Mumbai
Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી ચાહકો નું મનોરંજન કરે છે. આ શો ના દરેક પાત્રો લોકો ના દિલ માં વસે છે. હાલમાં તારક મહેતા ના લેટેસ્ટ એપિસોડ માં મેકર્સે ટીઆરપી વધારવા શો માં દયાબેન પાછી આવી રહી છે તેવું બતાવવામાં આવ્યું હતું, પરંતુ હંમેશ ની જેમ દયાબેન પાછી આવી નથી આ જોઈ ને ચાહકો નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો ત્યારબાદ સોશિયલ મીડિયા પર શો ની બોયકોટ ની માંગ ઉઠી હતી. હવે આ બાંધણી વચ્ચે શો ના મેકર્સે ચાહકો ને એક વચન આપ્યુંછે.
આ સમાચાર પણ વાંચોઃ Janhvi kapoor: જાહ્નવી કપૂરે ફ્લોરલ સાડી માં લગાવ્યા ઠુમકા, અભિનેત્રી નો ડાન્સ જોઈ ચાહકો થયા દીવાના
તારક મહેતા ના મેકર્સે આપ્યું વચન
ચાહકો નો તારક મહેતા ને લઈને ગુસ્સો હોય બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદીનું નિવેદન સામે આવ્યું છે.અસિત મોદી એ જણાવ્યું છે કે, ‘’કેટલાક સંજોગોને કારણે અમે દયા ભાભીના પાત્રને સમયસર પાછું લાવી શક્યા નથી. આનો અર્થ એ નથી કે આ પાત્ર શોમાં પાછું નહીં આવે. હવે દિશા વાકાણી હોય કે અન્ય કોઈ, દયા ભાભી પરત ફરશે. દર્શકોને મારું વચન છે કે દયા પાછી આવશે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ક્યાંય નથી જઈ રહ્યો, શો ચાલુ રહેશે.’
