News Continuous Bureau | Mumbai
ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હંમેશા દર્શકોનો પ્રિય શો રહ્યો છે. 15 વર્ષથી આ શો લોકોને ખૂબ હસાવી રહ્યો છે. શોમાં એક પાત્ર છે જેનું લગ્ન થવાનું નામ જ નથી લેતું. આ રોલનું નામ પત્રકાર પોપટલાલ છે, જે શ્યામ પાઠક ભજવી રહ્યા છે. શોમાં ભલે તેને પત્ની ન મળી રહી હોય પરંતુ તે વાસ્તવિક જીવનમાં પરિણીત છે. ચાલો જાણીયે તેની લવ સ્ટોરી વિશે .
શ્યામ પાઠક ની લવસ્ટોરી
શ્યામ પાઠક અને રેશ્મીની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રેશમી ને કોલેજમાં જોતા ની સાથે જ શ્યામ પાઠક નું તેના પર દિલ આવી ગયું હતું. રેશમી પણ તેના માટે પાગલ થઈ ગઈ હતી. પરંતુ જ્યારે બંનેના પરિવારજનોને તેમના પ્રેમની જાણ થઈ તો તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમના પરિવારના સભ્યોએ તેમના સંબંધ માટે ના પાડી હતી. પરંતુ પરિવારના સભ્યોની વિરુદ્ધ જઈને બંને ભાગી ગયા અને લગ્ન કરી લીધા. જોકે થોડો સમય ગુસ્સે થયા બાદ તેના પરિવારના સભ્યો રાજી થઈ ગયા હતા.આ કપલને ત્રણ બાળકો પણ છે અને તેઓ તેમના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે. તેમની પુત્રીનું નામ નિયતિ અને પુત્રનું નામ પાર્થ અને શિવમ છે.
શ્યામ પાઠકે આ શોમાં કર્યું હતું કામ
શ્યામ પાઠકે ‘જસુબેન જયંતિલાલ જોશીની જોઈન્ટ ફેમિલી’ અને ‘સુખ બાય ચાન્સ’ જેવા શોમાં પણ કામ કર્યું છે. આ સિવાય પોપટલાલે ચાઈનીઝ ફિલ્મ ‘લસ્ટ કોશન’ માં કામ કર્યું હતું. વર્ષ 2007માં આવેલી આ ફિલ્મમાં તે સુવર્ણકાર એટલે કે ઝવેરાતનો દુકાનદાર બન્યો હતો. આ ફિલ્મમાં શ્યામ પાઠક ઉપરાંત બોલિવૂડ એક્ટર અનુપમ ખેર પણ જોવા મળ્યા હતા.