‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુસેનાની મસ્તી બધાને ગમે છે. આ ટપુસેનાનાં બે પાત્ર એવાં છે જે અસલ જિંદગીમાં ભાઈ છે.વર્ષ ૨૦૦૮થી વર્ષ 2017 સુધી ટીપેન્દ્ર જેઠાલાલ ગડા એટલે કે ટપુની ભૂમિકા ભજવનાર ભવ્ય ગાંધી અને રોશન સિંહ સોઢીના પુત્રની ભૂમિકામાં જોવા મળતો ગોગી ઉર્ફે સમય શાહ અસલ જિંદગીમાં ભાઈ છે. ભવ્ય ગાંધીનો જન્મ એક ગુજરાતી જૈન પરિવારમાં થયો છે. તેના પિતા વિનોદ ગાંધી એક બિઝનેસમૅન હતા. તેનાં માતા યશોદા ગાંધી હાઉસવાઇફ છે.
આમિર અને કિરણના છૂટાછેડા પર રાખી સાવંતે કહ્યું, 'આમિરજી હું કુંવારી છું'
સમય શાહ તે ભવ્ય ગાંધી એટલે કે ટપુના માસીનો દીકરો છે. ભવ્ય ગાંધીએ નવ વર્ષ સુધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુની ભૂમિકા ભજવી ત્યાર બાદ તેણે શો છોડી દીધો, પરંતુ ગોગી હજુ પણ શોમાં ટપુસેનાનો ભાગ છે.ભવ્ય ગાંધી અને સમય શાહ હંમેશાં સાથે જોવા મળે છે અને બંનેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર આવતા રહે છે.