ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 જૂન 2021
મંગળવાર
ટેલિવિઝન જગતનો સૌથી લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આ વર્ષે જુલાઈમાં 13 વર્ષ પૂરા કરશે. આટલા લાંબા સમય સુધી ચાલવાવાળો આ પહેલો કોમેડી શો બન્યો છે. આ શો અને તેના કલાકારો પ્રેક્ષકોના દિલ પર રાજ કરે છે. ટીવી ટીઆરપીની વાત કરવામાં આવે તો આ શો ઘણીવાર ટોચ પાંચમાં શામેલ હોય છે. પાત્ર સાથે સંબંધિત મિમ્સ સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવે છે.
હવે એવી અટકળો વહેતી થઇ છે કે આ શો મૂવી થિયેટર તરીકે રિલીઝ થશે. હા! તમે તે બરાબર સાંભળ્યું 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતાઓ ચાહકો માટે કંઈક મોટું કરવાની યોજના બનાવી રહ્યા છે અને અમને ખબર છે કે આ સમાચાર વાંચ્યા પછી તમે તમારી ઉત્કંઠાને રોકી શકશો નહીં.
કોરોના રસીને કારણે એક વ્યક્તિનું મોત થયું; કેન્દ્ર સરકારે પણ સ્વીકારી આ વાત, જાણો શું છે સમગ્ર મામલો
હકીકતમાં, ટ્વિટર પર એક યૂઝરે નિર્માતા અસિત કુમાર મોદીને ટેગ કરતાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર ફિલ્મ બનાવવાની વિનંતી કરી હતી. યુઝરે લખ્યું હતું કે, "કૃપા કરીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર એક ફિલ્મ બનાવો. આ વિશ્વનો સર્વોત્તમ શો છે. આ શો પર મૂવી બનાવી અને ઇતિહાસ રચો."
જોકે આ જવાબ માત્ર એક જ શબ્દનો હતો. ચાહકોના ટ્વીટના જવાબમાં અસિત કુમાર મોદીએ 'હા' લખી હતી. નિર્માતાના આ જવાબ પર ચાહકોએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. ચાહકોની આ પ્રતિક્રિયા જોઇને લાગે છે કે તેઓ તેના વિશે ખૂબ ઉત્સાહિત છે અને હવે આતુરતાથી ફિલ્મની રાહ જોઇ રહ્યા છે.
મહારાષ્ટ્રમાં શિક્ષકો વીફર્યા; સરકારે જાહેર કરી આ નવી નિયમાવલી, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે શોની લોકપ્રિયતાનું કારણ તેના પાત્રો અને ગોકુલધામ સોસાયટી છે. આ સોસોયટીમાં રહેતા લોકોના કારણે, લોકો ગોકુલધામને મિની ઇન્ડિયા કહે છે કારણ કે અહીં દરેક ધર્મ અને ક્ષેત્રના લોકો છે. અહીં, મરાઠી, બંગાળી, પંજાબી, ગુજરાતી, તમિળ, હિન્દીભાષી પ્રદેશો સાથે મળીને એક થયા છે. તેઓ એકબીજાની સંભાળ રાખે છે.