ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
08 ફ્રેબ્રુઆરી 2021
ટેલિવિઝન જગતનો લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટ્ટુ કાકાની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયક છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. તેમણે ગળાની સર્જરી કરાવી હતી અને આ કારણે તે શૂટિંગથી દૂર રહ્યા હતા, જોકે તેમની તબિયત સુધર્યા બાદ તેમણે ગયા વર્ષે ડિસેમ્બરમાં ફરી શૂટિંગ શરૂ કર્યું હતું, પરંતુ લોકોએ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું, જેને હવે તેમણે યોગ્ય જવાબ આપ્યો છે.
તાજેતરમાં જ કેટલાક લોકોએ એમને સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કર્યા હતા અને તેમની માંદગીની મજાક ઉડાવી હતી. તેમજ તેમના ડ્રેસિંગ સેન્સ પર પણ ટિપ્પણી કરી હતી. ત્યારે હવે નટુકાકાએ આ ટ્રોલરોને યોગ્ય જવાબ આપ્યો છે. જોકે પ્રથમ વખત તેમણે ટ્રોલિંગનો જવાબ આપ્યો છે અને તમામ ટ્રોલરને સલાહ આપી છે કે તેઓ વરિષ્ઠ કલાકારોનો આદર કરતા શીખે.
ગુજરાત નું આ એક વૃક્ષ કરોડપતિ છે, 10 કરોડ છે કિંમત ! સુપ્રીમ કોર્ટે આંકી કિંમત. જાણો વિગત…
નટુકાકાએ કહ્યું- કેટલાક લોકો વરિષ્ઠ અભિનેતાઓ પ્રત્યે સંવેદનશીલ નથી. હું લોકોને વિનંતી કરું છું કે નકારાત્મકતા ન ફેલાવે. જો હું આ ભૂમિકા માટે યોગ્ય નથી, તો નિર્માતાઓ મને આ ભૂમિકા માટે પસંદ કરતા નથી. મેં ક્યાંક વાંચ્યું છે કે લોકો મારા ડ્રેસ પર પણ ટિપ્પણી કરે છે, જેમની પાસે કોઈ કામ નથી, તેઓ જ આકામ કરે છે. મને આ બાબતોમાં વાંધો નથી કારણ કે હું ખુશ છું કે આ ઉંમરે પણ હું કામ કરી રહ્યો છું અને જ્યાં સુધી શરીર મારું સમર્થન આપે ત્યાં સુધી હું કામ કરવાનું ચાલુ રાખીશ.
રામ ભગવાનનો બધે જ આદર. મુસ્લિમ દંપતી પછી, હવે અહીંના ખ્રિસ્તી સમુદાયએ કરોડોનું દાન કર્યું. જાણો વિગત
તેમણે વધુમાં કહ્યું- "દરેકને એક દિવસ વૃદ્ધ તો થવાનું જ છે. દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક બીમારીથી પીડાય છે. ભગવાનની કૃપાથી, હું હવે કેન્સર મુક્ત થઈ ગયો છું. મેં ગત 10 ડિસેમ્બરથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનું શૂટીંગ શરૂ કરી દીધું છે. આ બધું ભગવાનના આશીર્વાદથી અને મારા નિર્માતા અસિત કુમાર મોદી અને મારા પરિવારના ટેકાથી થયું છે.
નોંધનીય છે કે કોરોનાની મહામારી વચ્ચે ખરાબ તબિયતના કારણે તારક મહેતાના નિર્માતાઓએ ઘનશ્યામ નાયકને શૂટિંગ કરવાની પરવાનગી આપી ન હતી. અભિનેતા તરફથી ઘણી અપીલ કરવામાં આવી હતી, પરંતુ તેમના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખતા ના પાડી દેવામાં આવી હતી. ત્યારે હવે અભિનેતા ઘનશ્યામ નાયકની તબિયત સુધરતાં ફરી શૂટિંગ શરૂ કરી દીધું છે.