ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
15 જાન્યુઆરી 2021
ટેલિવિઝન જગતનો કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકોમાં ઘણો લોકપ્રિય છે. ત્યારે ખાસ કરીને બાળકોના રોલ નિભાવનારા બાળ કલાકારો લોકોને ખુબ પસંદ પડે છે. તેમની આગવી શૈલી લોકોનું મન મોહી લે છે અને ખુબ હસાવે છે. ટપ્પુ સેનાના નામથી ઓળખાતી આ ગેંગની શૈતાની હરકતો લોકોને મનોરંજન પુરુ પાડે છે.
સિરિયલ માં બાળપણ સોનુની ભૂમિકા ભજવનારી અભિનેત્રી નિધિ ભાનુશાળી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
અવારનવાર તે તેના ફોટોસ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતી રહે છે અને તેના ચાહકો સાથે જોડાયેલી છે.
પરંતુ સોનુ, જે બાળપણમાં ફ્રોક પહેરીને ટપ્પૂ સેના સાથે ટીખળ કરતી હતી, હવે તે એક બોલ્ડ અને સુંદર સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. સોશિયલ મીડિયા પર તેના લખો ફોલોવર્સ છે.
ઉલ્લેખનીય છે કે નિધિ ભાનુશાળી થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર બિકિનીમાં એક વીડિયો શેર કરીને ચર્ચાનો વિષય બની ગઈ હતી.
નોંધનીય છે કે આ શો 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતું આવ્યું છે. શોમાં ચાહકોને પણ ટપ્પુ અને સોનુની જોડી ખૂબ ગમે છે. આત્મારામ ભીડેની પુત્રી સોનુનું પાત્ર અગાઉ ઝીલ મહેતા અને નિધિ ભાનુશાળી દ્વારા ભજવવામાં આવ્યુ હતું. હવે આ પાત્ર અભિનેત્રી પલક સિધવાની ભૂમિકા નિભાવી રહી છે.