News Continuous Bureau | Mumbai
Taarak mehta ka ulta chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં રોશન સિંહ શોધી ની ભૂમિકા ભજવી ને લોકપ્રિય થનાર અભિનેતા ગુરુચરણ સિંહ છેલ્લા કેટલાક દિવસો થી ગાયબ છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. પરંતુ શું તમને ખબર છે આ શો નો વધુ એક અભિનેતા પણ ગૂમ થયેલ છે. જી હા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ડાન્સ ટીચર ની ભૂમિકા માં જોવા મળેલ અભિનેતા વિશાલ ઠક્કર છેલ્લા 9 વર્ષ થી ગાયબ છે. વિશાલ મુન્નાભાઈ એમબીબીએસ માં પણ જોવા મળી ચુક્યો છે.
આ સમાચાર પણ વાંચો: Jackie Shroff : ભીડુ બોલીને નહીં કરી શકશે લોકો જેકી શ્રોફની નકલ? અભિનેતાએ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરી અરજી; જાણો શું છે સમગ્ર મામલો..
તારક મહેતા ફેમ વિશાલ ઠક્કર છેલ્લા 9 વર્ષ થી છે ગાયબ
31 ડિસેમ્બર 2015 ની રાત થી વિશાલ ઠક્કર ગાયબ છે વિશાલ તેની મમ્મી પાસેથી 500 રૂપિયા લઈને ફિલ્મ જોવા માટે ઘરેથી નીકળ્યો હતો ત્યારબાદ વિશાલે તેના પિતા ને મેસેજ કરી જણાવ્યું હતું કે તે ફિલ્મ જોયા બાદ પાર્ટી માં જશે. અને સવારે પાછો આવશે. ત્યારબાદ 1 જાન્યુઆરી 2016 ની સવારે વિશાલ ઘરે પરત જ ના આવ્યો ત્યારથી વિશાલ ઠક્કર ગૂમ છે વિશાલના ગુમ થવાનો કેસ મુંબઈ ના કાંદિવલી વિસ્તાર માં આવેલ ચારકોપ પોલીસ સ્ટેશન માં 6 જાન્યુઆરી 2016ના રોજ નોંધવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી પોલીસને આ મામલે કોઈ માહિતી મળી નથી.
Hi Ginni mam Can you please help to find this actor Vishal Thakkar ? He is missing since 2015 may be. Pls do your reading 🙏🏻🙏🏻 pic.twitter.com/aXGvwnkF20
— Nalini Puri💫🔱 (@NaliniPuri) December 19, 2020
વર્ષ 2019 માં, વિશાલ ઠક્કરની માતા એ એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘મને ખબર નથી કે મારા પુત્રનું શું થયું છે. ત્રણ વર્ષ થઈ ગયા, પરંતુ કેસ એક ઈંચ પણ આગળ વધ્યો નથી.તે સમયે પોલીસે કહ્યું હતું કે વિશાલ ઠક્કરને તેની ગર્લફ્રેન્ડે છેલ્લે 1 જાન્યુઆરી 2016ના રોજ રાત્રે 11:45 વાગ્યે જોયો હતો. ત્યારબાદ વિશાલ ઠક્કર નો ફોન બંધ આવવા લાગ્યો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)