News Continuous Bureau | Mumbai
Taarak Mehta Ka Ooltah Chashmah: સબ ટીવી ના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં છેલ્લા કેટલાક એપિસોડથી જેઠાલાલ અને બબીતા જી ની ગેરહાજરીને લઈને ચાહકોમાં ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર અનેક અફવાઓ ફેલાઈ રહી છે કે બંને કલાકારોએ શો છોડી દીધો છે. હવે શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી એ આ મુદ્દે ચુપ્પી તોડી છે.
આ સમાચાર પણ વાંચો : Paresh Rawal Hera Pheri 3: શું અક્ષય કુમાર અને પરેશ રાવલ વચ્ચે ના વિવાદ નો આવ્યો અંત? બાબુ ભૈયા એ હેરા ફેરી 3 માં પોતાની વાપસી ને લઈને કર્યો ખુલાસો
અસિત મોદીએ અફવાઓ પર તોડ્યું મૌન
અસિત મોદીએ એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સોશિયલ મીડિયા પર નેગેટિવ વાતો ઝડપથી ફેલાય છે. ‘તારક મહેતા’ એક પોઝિટિવ અને ફેમિલી શો છે, અને લોકો એના વિશે સકારાત્મક રીતે વિચારવું જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે જેઠાલાલ અને બબીતા જી શોનો ભાગ છે અને તેઓ માત્ર વ્યક્તિગત કારણોસર હાજર નહોતા.અસિત મોદીએ કહ્યું કે “દિલીપ જોશી અને મુનમુન દત્તા બંને અમારી ટીમના મહત્વના સભ્ય છે. તેઓ શો છોડે તેવી કોઈ વાત નથી. દર્શકોના પ્રેમ અને સકારાત્મક પ્રતિસાદને અમે ખૂબ મહત્વ આપીએ છીએ.”
No, Dilip Joshi and Munmun Dutta haven’t quit TMKOC! Asit Kumarr Modi clears the air, saying they’re still part of the show—just away due to personal reasons. Rumours ko bolo goodbye! #TMKOC #Jethalal #BabitaJi #TaarakMehtaKaOoltahChashmahhttps://t.co/rw0xcNuMST
— India Forums (@indiaforums) June 30, 2025
અસિત મોદીએ ઉમેર્યું કે “જ્યારે લોકો શો વિશે વાત કરે છે, ત્યારે હું તેને ખૂબ સકારાત્મક રીતે લેતો હોઉં છું. શો દર્શકોની ખુશી માટે બનાવવામાં આવ્યો છે અને દરેક પાત્ર એમાં મહત્વનો છે.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)