News Continuous Bureau | Mumbai
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દર્શકોના પ્રિય શો માંથી એક છે. ઘણા વર્ષોથી, ચાહકો આ સીરિયલને ખૂબ પસંદ કરે છે, જેના કારણે આ શો હંમેશા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલમાં SAB ટીવી પર સૌથી લાંબો સમય ચાલતો શો છે. 2008માં શરૂ થયેલી આ સિરિયલે TRPના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને ઘર-ઘરમાં જાણીતી બની ગઈ. હાલમાં જ આ શોમાં બાપુજીનો રોલ કરી રહેલા અમિત ભટ્ટનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બાપુજી એટલે કે અમિત ભટ્ટે શેર કર્યો ફોટો
અમિત ભટ્ટ ટીવીના પ્રખ્યાત અભિનેતા છે. થોડા દિવસો પહેલા તેણે એક સ્ટાઇલિશ ફોટો પોસ્ટ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફોટામાં અભિનેતા સુપરબાઈક પર બેઠેલો જોવા મળી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, તેણે એવા કપડાં પહેર્યા નહોતા જેમાં લોકો તેને સામાન્ય રીતે ઓન-સ્ક્રીન એટલે કે ધોતી અને કુર્તામાં જુએ છે. તેના બદલે તે ટી-શર્ટ અને જીન્સમાં સ્માર્ટ લાગતો હતો. ત્યારે ચાહકો પણ બાપુજીનો આધુનિક લુક જોઈને દંગ રહી ગયા હતા.આ ફોટો જોયા બાદ ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એકે કહ્યું- બાપુજી નો જલવો. એકે કહ્યું ગોલમાલ 5 માટે ઓડિશન આપતી વખતે બાપુજી. અન્ય એકે કહ્યું – બબુચક.
આ સમાચાર પણ વાંચો: Bakri id 2023: એશિયાના સૌથી મોટા કતલખાના દેેવનારમાં બકરી ઈદના ઉમટી પડ્યા વિક્રેતાઓ, અધધ આટલા લાખ બકરા-ઘેટાંનું થયું વેચાણ..
View this post on Instagram
વિવાદો માં ઘેરાયેલો છે તારક મહેતા શો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી દર્શકોનો ફેવરિટ કોમેડી શો રહ્યો છે. તાજેતરમાં, શો એક વિવાદમાં ફસાઈ ગયો હતો જ્યારે રોશનની ભૂમિકા ભજવતી જેનિફર મિસ્ત્રીએ નિર્માતા અસિત મોદી પર ગેરવર્તણૂક અને જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો.