Site icon

તારક મહેતાની બબીતાજીનું વર્ષો જૂનું દર્દ આવ્યું બહાર-સોશિયલ મીડિયા પર ચાલેલા અભિયાન દરમિયાન જણાવી હતી પોતાની આપવીતી

News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC)શો ભારતના શ્રેષ્ઠ શોમાંથી એક છે.આ શો છેલ્લા 14 વર્ષ થી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં દયા ભાભીનો  રોલ કરનાર દિશા વાકાણી, અંજલિ ભાભી નો  રોલ કરનાર નેહા અને તારક મહેતાનો રોલ કરનાર શૈલેષ લોઢા એ આ શોને અલવિદા કહી દીધું છે. હાલમાં જ એવા અહેવાલ પણ સામે આવ્યા છે કે શોમાં ટપ્પુનું પાત્ર ભજવનાર રાજ અનડકટ પણ થોડા દિવસોમાં શોને અલવિદા કહેવા જઈ રહ્યો છે.આ શો માં બબીતાજી(Babitaji) ની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તા શો ની શરૂઆત થી જોડાયેલી છે. દેખાવમાં સુંદર બબીતાજી એ શો ના પહેલાજ એપિસોડ થી લોકો ને તેના દીવાના બનાવી દીધા હતા. આજે અમે તમને મુનમુન દત્તા(Munmun Dutta) ની અંગત જીવન વિશે જણાવવા જઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

2017 માં, સોશિયલ મીડિયા (social media)પર એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં વિશ્વભરની મહિલાઓએ તેમની સાથે થયેલા ખરાબ અનુભવો શેર કર્યા હતા. આ અનુભવોમાં મહિલાઓ સદીઓથી અંદર ઘૂમરાતી હતી, પણ બહાર આવતાં ડરતી હતી. આ યાદીમાં મુનમુન દત્તનું (Munmun Dutta)નામ પણ હતું, જેણે તેની સાથે બનેલી ઘટનાઓને અવાજ આપ્યો હતો.પોતાના ખરાબ અનુભવોને યાદ કરતાં તેણે લખ્યું-  "હું ઘણીવાર તે પડોશી કાકાઓની ગંદી નજરથી બચી ગઈ છું જેઓ મને ઘુરતા રહેતા હતા. અને સાથે સાથે મને આ અંગે કોઈને ન કહેવાની ધમકી પણ આપતા હતા.અથવા તે દૂરના પિતરાઈ ભાઈઓ(cousin brother) જેઓ મને તેમની પુત્રીઓથી અલગ રીતે જોતા હતા. અથવા તે મોટા ભાઈ જેણે મને જન્મ લેતા જોઈ હતી અને 13 વર્ષ પછી તે મારા શરીરને ગંદા ઈરાદાથી સ્પર્શ કરી રહ્યો હતો. ફક્ત એટલા માટે કે હું ટીનેજર હતી એટલે મારું શરીર બદલાઈ રહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો નો ઇન્તઝાર થયો પૂરો- નિર્માતા ને મળ્યો નવો તારક મહેતા-હવે આ કલાકાર નિભાવશે જેઠાલાલ ના દોસ્ત ની ભૂમિકા

અભિનેત્રી એ વધુ માં જણાવ્યું કે,જે શિક્ષક મને કોચિંગ(coaching) પર ભણાવતા હતા, જેનો હાથ હંમેશા મારા પેન્ટ ની અંદર રહેતો હતો. અથવા અન્ય શિક્ષક, જેમને મેં રાખડી બાંધી હતી, તેઓ વર્ગમાં વિદ્યાર્થીઓને તેમની બ્રાની પટ્ટી ખેંચીને તેમના સ્તનો પર થપ્પડ મારતા હતા.’ બબીતાજી આગળ લખે છે કે ‘તમે તમારા માતા-પિતાની સામે આ કેવી રીતે કહી શકો, આ વાત અંદરથી દુખે છે. અને તેથી જ આવા ગુનાઓ બનતા રહે છે.’

Dhurandhar: ‘ધુરંધર’ની સફળતાનું રહસ્ય: માત્ર ૨૨ વર્ષના આ યુવાને એડિટ કર્યા ટ્રેલર-ટીઝર, અભિનેત્રી યામી ગૌતમ સાથે છે ખાસ કનેક્શન!
Abhishek Bachchan: એક્ટિંગ ઉપરાંત કરોડોની કમાણી: અભિષેક બચ્ચનનું સ્પોર્ટ્સ અને રિયલ એસ્ટેટનું બિઝનેસ એમ્પાયર જાણીને ચોંકી જશો!
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા’ શો બંધ થવાના સમાચારો પર મેકર્સે અંતે આપી દીધું નિવેદન, જાણો શું છે હકીકત!
Dhurandhar : સંજય દત્તની ફૅન હોવા છતાં લીગલ એક્શનની તૈયારી: ‘ધુરંધર’માં ચૌધરી અસલમનું ચિત્રણ વિવાદમાં
Exit mobile version