News Continuous Bureau | Mumbai
છેલ્લા 30 વર્ષથી બોલિવૂડમાં(Bollywood) પોતાનો જાદુ ચલાવનાર તબ્બુને(Tabu ) કોઈ ઓળખની જરૂર નથી. આજે પણ અભિનેત્રી પોતાના દેખાવ અને અભિનયથી મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. 51 વર્ષની ઉંમરમાં પણ તેની બોડી ફિગર અને ચહેરાની ચમક દરેકનું દિલ જીતી લે છે. તબ્બુ મોટા પડદા તેમજ સોશિયલ મીડિયા(Social media) દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તેના ચહેરા પરની ચમક જોઈને તેની ઉંમર જાણી શકાતી નથી. આવી સ્થિતિમાં હવે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં તબ્બુએ પોતાના બ્યુટી સિક્રેટ(Beauty secret) વિશે જણાવ્યું છે, જેને સાંભળીને કોઈ વિશ્વાસ નહીં કરે.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતા ફેમ શૈલેષ લોઢાએ કોઈ નું નામ લીધા વિના ફરી શો ના નિર્માતા પર કાઢ્યો ગુસ્સો-પોસ્ટ શેર કરી કહી આવી વાત
તાજેતરમાં જ એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં તબ્બુએ તેના બ્યુટી સિક્રેટ વિશે જણાવ્યું હતું કે તે સુંદર દેખાવા માટે કંઈ ખાસ નથી કરતી. પરંતુ એકવાર અભિનેત્રી કંઈક એવું કર્યું હતું કે જે કરવાનું સામાન્ય માણસ વિચારી પણ ન શકે. તબ્બુએ કહ્યું કે એકવાર મારી મેક-અપ આર્ટિસ્ટ (Make-up artist) એ મને કહ્યું હતું કે મેડમ તમારી સ્કિન સારી લાગે છે, શું તમે કોઈ ઘરેલું ઉપાય અપનાવો છો? મેં કહ્યું હા, ક્યારેક હું કોફી લગાવું છું અને ક્યારેક કોઈ છોડ કહે છે, ત્યારે તેને કહ્યું કે,તમે આવું ના કરો આના સ્થાને તમારે આ ક્રીમ લગાવવી જોઈએ.પોતાની વાતને આગળ વધારતાં તબ્બુ કહે છે, 'તેણે મને 50 હજારની ક્રીમ સજેસ્ટ કરી, જે મેં ખરીદી પણ લીધી. પરંતુ તે મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. એકવાર તો મેં તે ખરીદી પરંતુ હવે આગળ ખરીદશે નહીં. આ પછી અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું તેની ખુશી જ તેની ચમકનું રહસ્ય છે? આના જવાબમાં તબ્બુએ કહ્યું, 'હા, હું મારા ચહેરા પર કંઈ ખાસ નથી કરતી પણ મને ખબર છે કે કેવી રીતે સારું દેખાવું. હું મારા ચહેરા સાથે ઈરાદાપૂર્વક છેડછાડ નથી કરતી અને કરીશ પણ નહીં. જો કોઈ અભિનેત્રી ન હોય તો પણ તે સારી દેખાય છે અને હું પણ તે જ કરવાનો પ્રયાસ કરું છું.’
આ સમાચાર પણ વાંચો : અનન્યાનું બે હીરો સાથે અફેર હતું- બાદમાં તેણે એક છોડી દીધો
તમને જણાવી દઈએ કે તબ્બુ છેલ્લે ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'માં (Bhool Bhulaiyaa 2)જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ ટ્વીન્સ બહેનો અંજુલિકા અને મંજુલિકાની(Anjulika and Manjulika) ભૂમિકા ભજવી હતી. તેના દેખાવ અને અભિનય બંનેના ખૂબ વખાણ થયા હતા. 'ભૂલ ભુલૈયા 2'માં કાર્તિક આર્યન(Kartik Aaryan) અને કિયારા અડવાણી (Kiara Advani) પણ મુખ્ય ભૂમિકામાં હતા. ઉલ્લેખનીય છે કે, 'ભૂલ ભુલૈયા 2' વર્ષની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. આ દિવસોમાં તબ્બુ અજય દેવગન સાથે ફિલ્મ 'ભોલા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે, તે 'ખુફિયા' સાથે OTT પર ડેબ્યૂ કરવા માટે પણ તૈયાર છે.