ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 ઓક્ટોબર 2020
કોરોના મહામારી ના કહેર વચ્ચે જ્યાં એક બાજૂ અનલોકમાં ઈંડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકો ફરી કામ તરફ વળી રહ્યા છે. તો બીજી બાજુ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કોરોના સંક્રમણના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. હાલ થોડા દિવસ અનેક કલાકારો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જેમાંથી હવે ફિલ્મ 'બાહુબલી' ની પ્રખ્યાત અભિનેત્રી તમન્ના ભાટિયા પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. એને ગંભીર હાલતમાં હૈદરાબાદ સ્થિત હોસ્પિટલમાં ભરતી કરાવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તમન્ના ભાટિયા છેલ્લા ઘણાં દિવસોથી હૈદરાબાદમાં છે. અહીં તે એની આગામી વેબ સિરીઝના શૂટિંગમાં વ્યસ્ત રહેલી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર અભિનેત્રી તમન્ના ભાટિયામાં શૂટિંગ વખતે જ કોરોના વાયરસના કેટલાક લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારપછી એનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો.કહેવાય છે કે તમન્નાને હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.