Site icon

તારા સુતરિયા ને મળી તેની પહેલી થ્રિલર ડ્રામા સોલો લીડ ફિલ્મ, જાણો તેના રોલ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,10 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર

બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા હાલમાં જ ફિલ્મ તડપમાં જોવા મળી હતી, અહાન શેટ્ટીએ તેની સાથે ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું હતું. તારાએ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.આજે તેની પાસે  ઘણા પ્રોજેક્ટ્સ છે. તારા હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એટલી હદે આગળ વધી રહી છે કે તેને એક સોલો ફિલ્મ માટે પસંદ કરવામાં આવી છે. જેમાં તે સંપૂર્ણપણે મુખ્ય ભૂમિકા ભજવશે. એક મીડિયા હાઉસ ના  રિપોર્ટ અનુસાર, તારાની આ ફિલ્મ કબીર સિંહ ના  ડાયરેક્ટર મુરાદ ખેતાની પ્રોડ્યુસ કરશે.

રિપોર્ટ અનુસાર, આ એક થ્રિલર ફિલ્મ છે, જે સિને1 સ્ટુડિયોના બેનર હેઠળ બનાવવામાં આવશે. ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી પરંતુ તેમાં એક યુવતીની સર્વાઈવલ સ્ટોરી બતાવવામાં આવશે. તેનું નિર્દેશન નિખિલ ભટ્ટ કરશે જેમણે 'બ્રિજ મોહન અમર રહે'નું નિર્દેશન કર્યું હતું. તારા પહેલીવાર ફિલ્મમાં એકમાત્ર લીડ હશે. અગાઉ તે મરજાવાં અને તડપ જેવી ફિલ્મોમાં હીરોની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી ચૂકી છે. તારા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે.અભિનેત્રી પોતાની ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે. તે આ ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી અથવા માર્ચ 2022થી શરૂ કરશે. નિખિલ ભટ્ટે ફિલ્મના પ્રી-પ્રોડક્શન વર્ક પર કામ શરૂ કરી દીધું છે.હાલમાં ફિલ્મની બાકીની કાસ્ટ પણ ફાઈનલ થઈ રહી છે. બીજી તરફ, તારાને તેના અન્ય પ્રોજેક્ટ્સને પણ પુરા કરવા પડશે જે કોરોનાને કારણે વિલંબમાં પડી રહ્યા છે. મેકર્સ ઈચ્છી રહ્યા છે કે આ ફિલ્મ 2022ના અંતમાં રિલીઝ થવી જોઈએ.

સ્વરા ભાસ્કર, વિશાલ દદલાની સહીત આ સેલેબ્સ આવ્યા કોરોના ની ઝપેટ માં; જાણો તે કલાકારો વિશે

તારાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ હીરોપંતી 2 માં જોવા મળશે. આ ફિલ્મ 29 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થશે. આ પછી તે મોહિત સૂરીની ફિલ્મ એક વિલન રિટર્નમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન કપૂર અને જોન અબ્રાહમ લીડ રોલમાં હશે. આ ફિલ્મ 8 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version