808
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક તારા સુતરિયા 19 નવેમ્બરે પોતાનો જન્મદિવસ(Birthday) ઉજવે છે. આ વખતે તે પોતાનો 27મો જન્મદિવસ ઉજવી રહી છે. તારા સુતરિયા એવા કલાકારોમાંથી એક છે જેમણે બહુ ઓછા સમયમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. વર્ષ 2019 માં મોટા પડદા પર એન્ટ્રી કર્યા પછી, તારા સુતારિયા(Tara Sutaria) અત્યાર સુધી ઘણી બધી શાનદાર ફિલ્મોમાં જોવા મળી છે અને આજે તેને કોઈ ઓળખની જરૂર નથી. તો આવો જાણીએ અભિનેત્રીના જન્મદિવસ પર તેના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો…
19 નવેમ્બર 1995ના રોજ પારસી પરિવાર(Parsi family)માં જન્મેલી તારા સુતરિયા આજે બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેણે પોતાના કરિયરની શરૂઆત નાના પડદાથી કરી હતી. 2010 માં, તેણે ડિઝની ચેનલની બિગ બડા બૂમમાં બાળ કલાકાર તરીકે પ્રવેશ કર્યો.
તારા સુતરિયાએ 2012માં કોમેડી શો ‘ધ સ્યુટ લાઈફ ઓફ કરણ એન્ડ કબીર’ અને 2013માં ‘ઓયે જેસિકા’માં અભિનય કર્યો હતો અને આ બંને શોમાં તેની એક્ટિંગ(Acting)ને દર્શકોએ ખૂબ વખાણી હતી. વર્ષ 2019 માં, તારા સુતારિયાએ કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ થી બોલિવૂડ(Bollywood)માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તે ઘણી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી છે.
મલ્ટી ટેલેન્ટેડ છે તારા સુતારિયા
તારા સુતરિયાની એક્ટિંગને બધાએ મોટા પડદા પર જોઈ છે. આ ઉપરાંત, તે એક ઉત્તમ ગાયિકા પણ છે અને સાત વર્ષની ઉંમરથી ગાય છે. આટલું જ નહીં, તારા સુતરિયાને ઓપેરા સંગીતનું પણ જ્ઞાન છે. ગાયક(Singer) તરીકે તારાએ હૃતિક રોશનની ફિલ્મ ‘ગુઝારીશ’, આમિરની ફિલ્મ ‘તારે જમીન પર’ અને ‘ડેવિડ’માં ગીતો ગાયા છે.
તારા સુતરિયા અભ્યાસમાં પણ પાછળ નથી. તેણે સેન્ટ એન્ડ્રુઝ કોલેજમાંથી માસ મીડિયાનો અભ્યાસ કર્યો. અભિનેત્રીએ વીડિયો જોકી (VJ) તરીકે પણ કામ કર્યું છે. વાસ્તવમાં, તેણે પ્રથમ વીજે તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ભારતની ડિઝની ચેનલ પર વીજે તરીકે કામ કર્યું છે.
વિદેશોમાં પણ પોતાનો જલવો બતાવી ચુકી છે તારા
તારા સુતરિયાએ ભારત અને વિદેશમાં ઘણાં સંગીત રેકોર્ડ કર્યા છે. તેણે મુંબઈ ઉપરાંત લંડન અને ટોક્યોમાં પણ પોતાનું સંગીત આપ્યું છે. તારા સુતરિયાને સંગીત માટે વર્ષ 2008માં પોગો અમેઝિંગ કિડ્સ એવોર્ડનો ખિતાબ પણ મળ્યો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તારા સુતારિયા થોડા સમય પહેલા ફિલ્મ(Film) ‘એક વિલન 2’માં જોવા મળી હતી અને તેની આગામી ફિલ્મ ‘અપૂર્વ’ની પણ થોડા સમય પહેલા જાહેરાત કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચોઃ Indira Gandhi Birth Anniversary: ઇન્દિરા ગાંધીનો જન્મ દિવસ, જુઓ આયરન લેડીની રેર તસ્વીરો