Rani of Jhansi Birth Anniversary: આ રીતે નાનકડી મનુ બની ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ- જાણો તેમના જીવન વિશે

રાણી લક્ષ્મીબાઈ (૧૯ નવેમ્બર ૧૮૨૮ - ૧૮ જૂન ૧૮૫૮) ઝાંસી રાજ્યની રાણી હતા. તેઓ સનઃ ૧૮૫૭ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતા.

by Bijal Vyas
Rani of Jhansi Birth Anniversary

News Continuous Bureau | Mumbai

રાણી લક્ષ્મીબાઈ (૧૯ નવેમ્બર ૧૮૨૮ – ૧૮ જૂન ૧૮૫૮) ઝાંસી રાજ્યની રાણી હતા. તેઓ સનઃ ૧૮૫૭ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતા. તેમનો જન્મ કાશી (વારાણસી)માં તથા મૃત્યુ ગ્વાલિયરમાં થયું હતું. તેમનું નાનપણનું નામ મનિકર્ણિકા(Manikarnika) હતું પણ લાડમાં તેમને મનુ કહેતા. તેમના પિતા નું નામ મોરોપંત તાંબે હતું અને તેઓ એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા. તેમની માતા ભાગીરથીબાઈ એક સુસંસ્કૃત, બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી. મનુ જ્યારે ચાર વર્ષ ની હતી ત્યારે તેમની માતાનું મૃત્યુ થયું. તેમનું પાલન પિતાએ કર્યું હતું. મનુ ને નાનપણમાં શાસ્ત્રોની શિક્ષા ની સાથે શસ્ત્રોની શિક્ષા પણ મળી. તેમનો વિવાહ સન ૧૮૪૨માં ઝાંસી(Jhansi)ના રાજા ગંગાધર રાવ નિવાલકર ની સાથે થયો, અને તે રીતે તેઓ ઝાંસીની રાણી બન્યાં. 

 

વિવાહ પછી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. સન ૧૮૫૧ માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્ર ને જન્મ આપ્યો પણ ચાર મહીનાની ઉંમરમાં જ તેનું મૃત્યુ થયું. સન ૧૮૫૩માં રાજા ગંગાધર રાવ(Raja Gangadhar Rao)નું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યુ એટલે તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી. પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનું મૃત્યુ ૨૧ નવેમ્બર ૧૮૫૩ માં થયું. દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું.

 

આ રીતે કર્યો અંગ્રેજોનો સામનો

લોર્ડ ડેલહાઉસી ની રાજ્ય હડપવાની નીતિ – ખાલસા નીતિ- અનુસાર, અંગ્રેજોએ દામોદર રાવ – જે એ સમયે બાલક હતા – ને ઝાંસી રાજ્ય નો ઉત્તરાધિકારી માન્ય ન કર્યો, તથા ઝાંસી રાજ્યને અંગ્રેજ રાજ્યમાં મેળવી દેવાનો નિશ્ચય કરી લીધો. ત્યારે રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજ વકીલ જોહ્ન લૈંગ ની સલાહ લીધી અને લંડનની અદાલતમાં મુકદમો દાખલ કર્યો. મુકદમામાં ખૂબજ દલીલો થઇ પરંતુ આખરે તેને બિનલાયક ગણવામાં આવ્યો. અંગ્રેજી અધિકારીઓ એ રાજ્યનો ખજાનો જપ્ત કરી લીધો અને તેમના પતિ ના ઋણને રાણીના સાલિયાણામાંથી કાપી લેવામાં આવ્યુ. આ સાથે જ રાણીએ ઝાંસીના કિલ્લાને છોડી ને ઝાંસીના રાણી (Queen of Jhansi)મહેલમાં રહેવા જવું પડ્યુ. પણ રાણી લક્ષ્મીબાઈએ કોઇ પણ કિંમત પર ઝાંસી રાજ્યની રક્ષા કરવાનો નિશ્ચય કરી લિધો હતો.

 

ઝાંસીનું યુદ્ધ

ઝાંસી ૧૮૫૭ના વિપ્લવનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું હતુ, જ્યાં હિંસા ફાટી નીકળી હતી. રાણી લક્ષ્મીબાઈ(Rani Lakshmibai)એ ઝાંસી ની સુરક્ષાને સુદૃઢ કરવાનું શરૂ કરી દીધુ અને એક સ્વયંસેવક સેનાને સંગઠન કરવાનું પ્રારંભ કર્યુ. આ સેનામાં મહિલાઓની ભરતી પણ કરવામાં આવી અને તેમને યુદ્ધ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યુ. સાધારણ જનતાએ પણ આ વિદ્રોહમાં સહકાર આપ્યો.

 

૧૮૫૭ના સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિનામાં પડોસી રાજ્યો ઓરછા તથા દતિયાના રાજાઓએ ઝાંસી ઉપર આક્રમણ કર્યુ. રાણીએ સફળતા પૂર્વક તેમને હરાવ્યા. ૧૮૫૮ના જાન્યુઆરી મહિનામાં અંગ્રેજ સેના(British army)એ ઝાંસી તરફ આગળ વધવાનું ચાલું કર્યુ અને માર્ચ મહીનામાં શહેરને ઘેરી લીધુ. બે અઠવાડીયાની લડાઈ પછી અંગ્રેજ સેનાએ શહેર ઉપર કબ્જો કરી લીધો. પરંતુ રાણી, દામોદર રાવની સાથે અંગ્રેજોથી બચીને ભાગી જવામાં સફળ થઇ. રાણી ઝાંસીથી ભાગીને કાલપી પહોંચી અને ત્યાં તાત્યા ટોપેને મળી.

 

લક્ષ્મીબાઇનું મૃત્યુ

અંતે 18 જૂન 1857નાં રોજ આ બહાદુર નારીનું અવસાન(Death of Lakshmibai) થઈ ગયું. આજે પણ જ્યારે કોઈ સ્ત્રી અસહજ બહાદુરી બતાવે છે ત્યારે તેને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જ ઉપમા આપવામાં આવે છે.

 

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More