ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 16 એપ્રિલ 2021.
શુક્રવાર.
ટીવીના લોકપ્રિય કોમેડી શો તારક મહેતા ઉલટા ચશ્માના સ્ટાર્સ એક પછી એક કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. આ શોમાં ડોક્ટર હાથીનો પુત્ર ગોલીની ભૂમિકા નિભાવનાર કુશ શાહનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

નવી ગાઇડલાઇન્સ મુજબ, બધા શોના સ્ટાર્સ અને ટીમના સભ્યોએ શૂટિંગ પહેલા તેમનો કોવિડ ટેસ્ટ કરાવવો પડશે, ત્યારબાદ 9 એપ્રિલે કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સની સાથે 110 સભ્યોની આરટીપીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, કુશ અને ટીમના અન્ય 3 સભ્યોનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.એક ઇન્ટરવ્યુ દરમિયાન નિર્માતા અસિત મોદીને આ વિશે પૂછતાં તેમણે કહ્યું હતું કે, "શૂટિંગ દરમિયાન અમે ખૂબ કાળજી લઈ રહ્યા છીએ. જો કોઈ થોડું બીમાર હોય, તો અમે શૂટિંગ પર આવવાની ના પાડીએ છીએ. કુશ શાહ, જે ગોલીનું પાત્ર ભજવે છે અને કેટલાક પ્રોડક્શનના લોકોનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે. બાકીની મુખ્ય કાસ્ટમાંથી કોઈ કોવિડ પોઝિટિવ નથી. ‘આગામી 15 દિવસમાં કોઈ શૂટિંગ થશે નહીં. જાહેર કર્ફ્યું પછી કેટલાક દિવસો સુધી શૂટિંગ થશે નહીં. તેઓ ટીમના સભ્યોની સલામતીને જોખમમાં નાખી શકે નહીં. તેઓ હવે થોડો સમય રોકાશે અને ત્યારબાદ આગળ શું કરવાનું છે તેની યોજના કરશે. "
ઉલ્લેખનીય છે કે, નિર્માતાઓની યોજના છે કે આ શોને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ લાવવામાં આવે.