ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
24 ઓક્ટોબર 2020
છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન કરતાં ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં' 3 હજાર એપિસોડ પૂર્ણ થઇ ગયા છે. આ સમયે સેટ પર જ કલાકારોએ સેલિબ્રેશન પણ કર્યું અને નાનકડી પાર્ટી રાખી હતી. હાલમાં જ શોના બે એક્ટર્સ શોને અલવિદા કહી ગયા. એક અંજલિ ભાભી અને બીજો રોશન સિંઘ સોઢી. તો એક તરફ ઘણા લાંબા સમયથી દયાભાભી એટલે કે દિશા વાકાણી શોમાંથી ગાયબ છે. જેની ફર આવવાની અટકળો ચાલી રહી છે.
હંમેશાં કોઈને કોઈ મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળે છે જેઠાલાલ.. પાછલા એપિસોડમાં, બતાવવામાં આવ્યું હતું કે ગોકુલધામના રહેવાસીઓ નવરાત્રીના સંદર્ભમાં બેઠક કરી રહ્યા છે. બધાએ જોડીમાં પરફોર્મન્સ આપવાનું નક્કી કરાયું છે. પરંતુ જ્યારે નવરાત્રીના ડ્રેસની વાત આવી ત્યારે, દરેકને પ્રભાવિત કરવા માટે જેઠાલાલે આ જવાબદારી પોતાના માથે લીધી. હવે જેઠાલાલ આ જવાબદારી પુરી કરી શક્યા નથી. જે મિત્રની પાસેથી આ તમામ ડ્રેસ લેવાની યોજના બનાવી રહયાં હતા પણ લોકડાઉનને કારણે તેનું કામ અટકી ગયું છે. આવી સ્થિતિમાં જેઠાલાલ હવે સમગ્ર ગોકુલધામને નિશાન બનાવશે.
આ દરમિયાન વારંવાર દિશા વાકાણીનું નામ ચર્ચામાં આવી રહ્યું છે કે તે શો જલદી જ ફરીથી જોવા મળશે. સોર્સિસ મુજબ, દિશા વાકાણી નવરાત્રી પહેલાં તારક મહેતા શોમાં ફરીથી આવશે. જોકે આવી વાતો છેલ્લા 3 વર્ષથી થઇ રહી છે. પરંતુ હજુ તેઓ શોમાં આવ્યા નથી.
હાલમાં આ શોના પ્રોડ્યુસર અસિત મોદીએ પણ આ સમાચાર અંગે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે હજુ કાંઈ નક્કી નથી, કોઈ વાત પાક્કી નથી થઈ. મીડિયા રિપોર્ટનું માનીએ તો મેકર્સ દિશાને શોમાં ફરીથી લાવવા માટે સંપૂર્ણ પ્રયાસો કરી રહ્યા છે.
