ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
નવી દિલ્હી
27 જાન્યુઆરી 2021
ટીવીજગતનો સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતું આવ્યું છે. આ શો નું દરેક પાત્ર એટલુ પોપ્યુલર છે કે દર્શકો કલાકારોને તેના અસલી નામના બદલે સિરિયલમાં નિભાવેલા કિરદારોના નામથી ઓળખે છે. આ શોના દરેક પાત્રએ તેની અભિનયથી લોકોના હૃદયમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. ચાહકોને શોના કલાકારો ડાયલોગ રમૂજી તો લાગે જ છે પરંતુ તેના કરતા વધારે તેમની અંગત લાઇફમાં ચાહકોને વધારે ઇન્ટરેસ્ટ હોય છે. આ શોના કેટલાક કલાકારો અંગત જીવનમાં કુંવારા છે પરંતુ શોમાં પરણેલા બતાવવામાં આવ્યા છે. બબીતાજી
બબીતાજી’ એટલે કે મુનમુન દત્તા ગોકુલધામ સોસાયટીની સૌથી સુંદર અને મોર્ડન લેડી છે અને અસલી જીંદગીમાં પણ તે ખૂબ ગ્લેમરસ છે. શોમાં બબીતાના લગ્ન થઈ ચૂક્યા છે પરંતુ અંગત જીવનમાં મુનમુન કુંવારી છે. બબીતાને જ્યારે લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘મને હજી સુધી કોઈ સારુ પાત્ર મળ્યુ જ નથી જેની સાથે હું લગ્ન કરી શકું.’
ઐય્યર
બબીતાની જેમ જ ઐય્યરનું પાત્ર ભજવતા તનુજ મહાશબ્દે પણ કુંવારા જ છે. શોમાં બબિતાજીના પતિ બનતા ઐય્યર રિયલ લાઇફમાં ઘોડે ચડ્યા નથી. જોકે ઐય્યરે લગ્ન કરવાનો વિચાર કરી લીધો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કોઇ સારુ પાત્ર મળશે તો તે જરૂરથી પરણશે.
ડૉ. હાથી.
શોમાં ડૉ. હાથીનું પાત્ર ભજવી રહેલા નિર્મલ સોની કે જે 43 વર્ષના છે તેમના જીવનમાં પણ હજુ સુધી બહાર આવી નથી. એક ઇન્ટરવ્યૂ માં ડો.હાથી એ જણાવ્યું હતું કે તેમને એકલા રહેવાનું જ પસંદ છે અને તેઓએ હજુ સુધી લગ્ન માટે કંઇ વિચાર્યુ નથી. લોકો મને ‘ડૉ. હાથી’ના નામથી ઓળખે છે અને હું આ નામથી ખુશ પણ છું. નોંધનીય છે કે ડૉક્ટર હાથીનું પાત્ર પહેલા કવિ કુમાર આઝાદ ભજવતા હતા પરંતુ તેમના મોત બાદ નિર્મલ સોનીને હાથીનું પાત્ર મળ્યું હતું.
રોશન સિંહ
થોડા સમય અગાઉ શોને ટાટા બાય બાય કહેનારા રોશન સિંહ સોઢી એટલે કે ગુરુચરણ સિંહ પણ રિયલ લાઇફમાં કુંવારા છે. તેની ઉંમર 40 વર્ષ થઇ હોવા છતાં તે કહે છે કે, સિંગલ લાઇફની મજા લગ્ન કરવામાં નથી માટે તે હાલ પુરતુ સિંગલ રહેવાનું જ પસંદ કરશે.
અંજલી તારક મહેતા
શોમાં અગાઉ અંજલી તારક મહેતાના પાત્રમાં નજરે આવતી નેહા મહેતા પણ રિયલ લાઇફમાં બેચલર છે. 42 વર્ષની નેહાને એકલા રહેવામાં મજા આવે છે, તેને લગ્ન કરતા સિંગલ લાઇફ વધુ ગમે છે. બાદમાં તેનો વિચાર બદલાય અને લગ્ન કરે તો નવાઇ નહી.