ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 જુલાઈ, 2021
બુધવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલની શરૂઆત 13 વર્ષ પહેલાં 28 જુલાઈ, 2008માં થઈ હતી ત્યારથી લઈને આજ સુધી સિરિયલ આ સિરિયલ બધાની ફેવરિટ બની ચૂકી છે, જ્યારે આ સિરિયલ ચાલુ થઈ ત્યારે કોઈને પણ ખબર ન હતી કે આ સિરિયલ આટલી હિટ જશે. આ સિરિયલ સતત ૧૩ વર્ષથી ચાલતી આવે છે. અત્યાર સુધી એના 3,૨૧૪ એપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે. સૌથી લાંબી ચાલતી દૈનિક હિન્દી સિરિયલમાં આશાપુરા સિરિયલનું સ્થાન બીજું છે, જ્યારે પહેલું સ્થાન ‘CID’ નું છે. આ સિરિયલ ‘તારક મહેતાનાં ઊંધા ચશ્માં’ના લેખક તારક મહેતાની હાસ્યકથાઓ પરથી પ્રેરિત છે. આ સિરિયલના દરેક કિરદાર દિલચસ્પ છે. આ સિરિયલ સોમવારથી શુક્રવાર પ્રસારિત થાય છે, જ્યારે કે શનિ- રવિમાં એના જૂના એપિસોડ પ્રસારિત થાય છે. એને પણ દર્શકો જોવાનું પસંદ કરે છે.
આ ઉપરાંત નૈતિક અને અક્ષરાની ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સિરિયલને પણ 12 વર્ષ થયાં છે.