ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
10 ફ્રેબ્રુઆરી 2021
ટેલિવિઝન જગતનો લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા..’ લગભગ છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતું આવ્યું છે. આ શોમાં લોકોને સૌથી વધારે કોમેડી જેઠાલાલ, બબીતા અને અય્યરની ગમે છે. શો માં આ બંને વચ્ચે એક ખાટો-મીઠો સંબંધ છે, પરંતુ આ સમયે તેમના સંબંધને કોઈની નજર લાગી ગઈ છે. શોના આગામી એપિસોડમાં દર્શકોને જોવા મળશે કે, જેઠાલાલ અને બબીતા વચ્ચે મોટો ઝગડો થાય છે.
હકીકતમાં, બબીતા અને અય્યરને ઇમરજન્સીમાં કેટલાક ટેબલેટ્સ જોઈતા હતા. જેઠાલાલ જરૂર મદદ કરશે એવું વિચારીને બબીત જેઠાલાલને કેટલાક ટેબલેટ્સ લાવવાની વિનંતી કરે છે, પણ જેઠાલાલ સમય પર ટેબલેટ્સ લાવી શકતા નથી, જેના કારણે બબિતા જેઠાલાલ પર ગુસ્સે થઇ જાય છે. બબીતા જેઠાલાલ પર એટલી હદે ગુસ્સે થઇ જાય છે કે જેઠાલાલને ઘરથી બહારનો રસ્તો બતાવી દે છે. એટલું જ નહીં, બબીતાએ જેઠાલાલ દ્વારા આપવામાં આવેલા ફૂલના બુકેને કચરામાં નાખી દે છે. હવે આગામી એપિસોડ્સમાં જોવાનું એ રહે છે કે બબિતા અને જેઠાલાલનો આ ઝઘડો ક્યારે સોલ્વ થશે તથા ઐયર અને બબિતાના સંબંધો ફરી જેઠાલાલ સાથે પહેલા જવા સારા થશે કે નહી?
