News Continuous Bureau | Mumbai
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા વર્ષોથી લોકોનો ફેવરિટ શો છે. આ શોમાં દરેક પાત્ર ફની છે. ખાસ વાત એ છે કે મેકર્સ સમયાંતરે દરેક પાત્ર પર ફોકસ કરે છે. જેઠાલાલ, ભીડે, ડોક્ટર હાથી, ટપ્પુ અને પત્રકાર પોપટલાલ જેવા અનેક પાત્રો છે જેમણે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. જો કે લાંબા સમયથી ચાલતા આ શોમાં દયાબેનની ખોટ સાલે છે. એવામાં શો ના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયા બેનની એન્ટ્રી થવા જઈ રહી છે. જોકે દયાબેન તરીકે દિશા વાકાણી નહીં પરંતુ ટીવી અભિનેત્રી કાજલ પીસલ દયાબેન બનીને એન્ટ્રી કરશે.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતાનો ટપુ હવે એક્ટિંગ કરિયર ને આગળ વધારવા આ કરવા માંગે છે
અહેવાલ છે કે, અભિનેત્રી કાજલ પિસલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનના રોલમાં જોવા મળી શકે છે. મેકર્સ કાજલ પિસલના નામ પર વિચાર કરી રહ્યા છે. જો કાજલનું નામ ફાઈનલ થઈ જાય તો તે આવતા મહિનાથી શૂટિંગ શરૂ કરી શકે છે. જો કે હજુ સુધી શોના નિર્માતા કે અભિનેત્રી દ્વારા આ વાતને લઈને કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
અગાઉ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દયાબેનનો રોલ કરવા માટે ઐશ્વર્યા સખુજાનું નામ સામે આવ્યું હતું. એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે ઐશ્વર્યા સખુજાએ દયાબેનના પાત્ર માટે ઓડિશન આપ્યું છે, પરંતુ તે આ શોનો ભાગ બનશે નહીં. ખુદ ઐશ્વર્યાએ પણ આ અંગેની માહિતી શેર કરી કહ્યું હતું કે, 'મેં આ રોલ માટે ટેસ્ટ આપ્યો હતો, પરંતુ મને નથી લાગતું કે હું તે કરી શકીશ.'
આ સમાચાર પણ વાંચો : સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર
ઉલ્લેખનીય છે કે કાજલ એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે. તે 'બડે અચ્છે લગતે હૈં', 'એક હજારોં મેં મેરી બેહના હૈ', 'નાગિન 5', 'ઉડાન' અને 'એક મુઠી આસમાન' સહિતની ઘણી સીરિયલ્સમાં જોવા મળી છે.