ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022
શનિવાર
હિન્દી સિનેમામાં દરેક ડિરેક્ટર હેરાન પરેશાન છે અને કલાકારોને પણ સમજ નથી પડી રહી કે આગળ શું થવાનું છે. ઓટીટીમાંથી ભરપૂર રૂપિયા મળી રહ્યા છે. થિયેટરની હિન્દી ફિલ્મ જગતને ખાસ કોઈ ચિંતા નથી. મોટા ભાગના મેકર્સ પ્રોજેક્ટ જ બનાવી રહ્યા છે. હવે તો છેલ્લા બે વર્ષનું રિપોર્ટ કાર્ડ પણ સામે આવ્યું છે. ભારતીય ફિલ્મ જગતમાં ક્યારેક આગળ રહેવાવાળું હિન્દી સિનેમા હવે સાઉથ ઇન્ડિયન ફિલ્મોથી પિટાવા મંડયું છે. આંકડા મુજબ સાઉથ ઇન્ડિયન ભાષાઓમાં બનેલી ફિલ્મોની કમાણી છેલ્લા બે વર્ષ પહેલાં દેશની કુલ કમાણી કરતા માત્ર ૩૬ ટકા રહેતી હતી જ્યારે હવે તે અડધાથી પણ વધારે થઈ ચૂકી છે.
વનરાજે માલવિકા ને લઈ ને જણાવી તેની ફીલિંગ્સ, કાવ્યાએ લીધો આ નિર્ણય; જાણો અનુપમા ના આવનાર એપિસોડ વિશે
હિન્દી ફિલ્મ સ્ટાર્સનો સંપર્ક તેને ફેન્સ સાથે તૂટી રહ્યો છે. આ રિપોર્ટમાં સૌથી આૃર્ય પમાડે તેવી વાત એ છે કે સાઉથ ઇન્ડિયન ફિલ્મોએ છેલ્લા વર્ષમાં ખૂબ જાેરદાર પ્રદર્શન આપ્યું છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓની ફિલ્મોએ મળીને હિન્દી સિનેમાની બોક્સ ઓફિસ પર બેન્ડ બજાવી દીધી છે. તેનું પ્રદર્શન હોલિવૂડ સિનેમા પર પણ ભારે પડી રહ્યું છે.૨૦૧૯માં આ ફિલ્મોનો બિઝનેસ માત્ર ૩૬ ટકા હતો તે વધીને હવે ૫૯ ટકા સુધી પહોંચી ગયો છે. તેમાં પણ તેલુગુ સિનેમાએ એકલાએ ૨૮ ટકા બિઝનેસ વધારવામાં યોગદાન આપ્યું છે. છેલ્લા બે વર્ષમાં ૧૦ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં પણ ચાર ફિલ્મ તેલુગુ જ છે.