Site icon

લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેલી આ પ્રતિભાશાળી અભિનેત્રી અજય દેવગણ સાથે કરી રહી છે OTT પર ડેબ્યૂ; જાણો કોણ છે તે અભિનેત્રી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

અજય ઘણા સમયથી તેની OTT ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. જ્યારથી અજય દેવગણની OTT ડેબ્યૂના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી ચાહકો તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અજય દેવગણ રુદ્ર વેબ સિરીઝથી OTT પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે. હવે આ સિરીઝની સ્ટારકાસ્ટને લઈને સમાચાર આવવા લાગ્યા છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે ધૂમ ફેમ ઈશા દેઓલ આ સિરીઝમાં જોવા મળશે. જી હા, ઈશા દેઓલ ઘણા લાંબા સમયથી સિનેમાથી દૂર હતી, હવે તે અજય દેવગણની સિરીઝની સાથે પોતાનું કમબૅક કરવા જઈ રહી છે.ઈશા દેઓલે તેના કમબૅક માટે OTT પ્લૅટફૉર્મનો આશરો લીધો છે. ઈશા આ સિરીઝમાં મહત્વની ભૂમિકા નિભાવતી જોવા મળશે. ઈશા વેબ સિરીઝમાં અજયના જીવનસાથીની ભૂમિકામાં જોવા મળી શકે છે.

સૈફ અલી ખાનની વધુ એક ફિલ્મ બૉયકૉટ થવાની શક્યતા; હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ; જાણો વિગત

ઈશા દેઓલે ખુદ તેના કમબૅકની માહિતી ફેન્સ સાથે શૅર કરી છે. ઈશા દેઓલે તાજેતરમાં જ ટ્વીટ કરીને ચાહકોને કહ્યું છે કે રુદ્ર મારી ડેબ્યૂ વેબ સિરીઝ છે. એ પણ અભિનેતા અજય દેવગણની ઑપોઝિટ, જે ઘણી ફિલ્મોમાં મારો સહકલાકાર રહી ચૂક્યો છે. આ ટ્વીટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે સિરીઝમાં ઈશાની એન્ટ્રી ફાઇનલ થઈ ગઈ છે.

 

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version